ગુજરાત

સુરતના દર્શકોના પ્રોત્સાહન અને વહીવટીતંત્ર દ્વારા કરાયેલા ભાવભર્યા સ્વાગતથી હું ખુબ ખુશ છું: મોરિશીઓ રોજસ, ચિલી

સુરતના આંગણે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલા દેશવિદેશના પતંગબાજોમાં ચિલીના બાહોશ પતંગબાજ મોરિશીઓ રોજસે પતંગબાજીના અવનવા કરતબો દેખાડ્યા હતા. તેઓ પ્રથમવાર સુરતના પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. ચિલીમાં અવારનવાર યોજાતા પતંગોત્સવના કાર્યક્રમોમાં તે અચૂક ભાગ લે છે.

૩૧ વર્ષીય નિષ્ણાત પતંગબાજ મોરિશીઓએ પ્રતિભાવ આપતા કહ્યું કે, સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ પતંગ મહોત્સવ ગુજરાતમાં યોજાય છે, અમને ગુજરાતીઓ અને ખાસ કરીને સુરતવાસીઓ ખૂબ પ્રેમાળ લાગે છે. સુરતનું ભોજન પણ મને પ્રિય છે. સ્થાનિક ગીતસંગીત સાંભળવાની મજા આવે છે. સુરતના દર્શકોના પ્રોત્સાહન અને વહીવટીતંત્ર દ્વારા કરાયેલા ભાવભર્યા સ્વાગતથી હું ખુબ ખુશ છું. સુરતના રહીશોના પ્રેમ અને યજમાનીનું મધુર સંભારણું લઈને અમે સ્વદેશ જઈશુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button