આરોગ્ય
સુરતના પતંગ મહોત્સવમાં આવેલા ડેન્માર્કના ૫૬ વર્ષીય પતંગબાજ ક્રિશ્ચિયન વાઈકિંગે કહ્યું
સુરતના પતંગ મહોત્સવમાં આવેલા ડેન્માર્કના ૫૬ વર્ષીય પતંગબાજ ક્રિશ્ચિયન વાઈકિંગે કહ્યું કે, ગુજરાતની આ મારી ત્રીજી મુલાકાત છે, જયારે સુરતમાં પ્રથમવાર ભાગ લઈ રહ્યો છું. ગુજરાતના લોકોની ઉત્સવપ્રિયતાથી હું સારી રીતે પરિચિત છું. એમાં પણ ખાસ કરીને સુરતના લોકો ઉત્તરાયણના દિવસે પતંગ ઊડાવવા પાછળ દીવાના બની જાય છે. હું પણ બાળપણથી પતંગનો શોખીન છું. અહીં આવવાનો મોકો મળ્યો તે બદલ હું ખુબ ઉત્સાહિત છું. સુરતના લોકો અને ખાસ કરીને યુવાનો અને બાળકો અમારી સાથે સેલ્ફી લઈને રોમાંચિત થઇ ઊઠે છે. આટલી વિશાળ જનમેદની પતંગોત્સવનો લ્હાવો લેવા ઉત્સુક છે તે ખૂબ ગમ્યું.