ઉનાળાની ગરમી માં કેરીની સીઝન આવી છે અને સુરત એપીએમસી ફ્રુટ માર્કેટમાં ભારતના અલગ અલગ ખૂણેથી કેરીઓ વેચાવવા માટે આવતી હોય છે.. કેરીઓ માર્કેટમાં આવતા જ ફૂડ વિભાગ પણ એલર્ટ થયું છે

ઉનાળાની ગરમી માં કેરીની સીઝન આવી છે અને સુરત એપીએમસી ફ્રુટ માર્કેટમાં ભારતના અલગ અલગ ખૂણેથી કેરીઓ વેચાવવા માટે આવતી હોય છે.. કેરીઓ માર્કેટમાં આવતા જ ફૂડ વિભાગ પણ એલર્ટ થયું છે..અને કેરી ના વિક્રેતાઓ ને ત્યાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું..યોગ્ય સુવિધા નો અભાવ હોય તેવા વિક્રેતાઓ ને ત્યાં દંડાત્મક કાર્યવાહી પણ કરાઈ હતી
કેરી ની સીઝન આવતા ની સાથે જ સુરત ફૂડ વિભાગ પણ સતર્ક થયું છે.. સુરત APMC ફ્રુટ માર્કેટમાં કેરી આવતા જ કેરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ..સુરત APMC માર્કેટમાં આવેલી મહાત્મા ગાંધી ફ્રુટ માર્કેટમાં દોરડા પાડી કેરીનો જથ્થો તપાસવામાં આવ્યો હતો. અગાઉ કેરી કાર્બાઇડથી પકવતા હતા ત્યારબાદ અન્ય એક પાવડર આવ્યો છે .જે એફ એસ એલ એપ્રુવ છે પરંતુ અમુક વેપારીઓ તેમાં પણ મીલી ભગત ચલાવે છે જેથી ફૂડ વિભાગ દ્વારા તમામ વિક્રેતાઓને ત્યાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું ..અમુક વેપારીઓને ત્યાં યોગ્ય સુવિધા ન હોવાથી તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. સુરત એપીએમસી ફ્રુટ માર્કેટમાં ભારતના અલગ-અલગ ખૂણેથી કેરીઓ આવતી હોય છે આ કેરી લોકો માટે ખાવા લાયક છે કે કેમ તેને લઈને તપાસ કરવામાં આવી હતી કેરી ની સીજન દરમિયાન જો કોઈ પણ વેપારી કાર્બાઇડ થી કેરી પકવતો ઝડપાશે તો તેમની સામે કાયદાકીય અને દંડાત્મક પગલાં ભરવામાં આવશે