જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલની ઉપસ્થિતિમાં માંડવી તાલુકાના ગવાછી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત

સુરતઃ બુધવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગવાછી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો.જ્યાં સુરત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ અને ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયતનાં કારોબારી અધ્યક્ષશ્રી કમલેશ ચૌધરી દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે, તમામ યોજના વિશે ગ્રામજનોને માહિતી પૂરી પાડી હતી. તેમજ વિવિધ શાખાના અધિકારી, કમૅચારી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માનિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, આઈ.સી.ડી.એસ.વિભાગ,પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના , આઈ.સી.ડી.એસ વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દિલીપભાઈ ચૌધરી, માંડવી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ ચૌધરી,સરપંચશ્રી ઝીનાબેન ચૌધરી, તાલુકા વિકાસ અધીકારીશ્રી રવિન્દ્રસિહ સોલંકી ,THO શ્રી નરેન્દ્રભાઈ ચૌધરી,મહિલા બાળ અધિકારી બાબુભાઈ ગામીત,મેડિકલ ઓફિસર અમીબેન પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઇ રાઠોડ,અગ્ણીશ્રી મીનાક્ષીબેન ચૌધરી અને મીનાક્ષીબેન ગામીત, મુખ્યસેવિકા જાગૃતિબેન તલાટી, તલાટીકમ મંત્રીશ્રી ભરતભાઇ, શાળાના શિક્ષકો, આધાર ઓપરેટર,ગામસેવક શ્રીઓ,અન્ય ગામના સરપંચશ્રીઓ,આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર બહેનો,આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.