ગુજરાત

ISGJ અને IDL દ્વારા અમદાવાદમાં ડાયમંડ અને જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ અને ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન

“અમારી ઇન્સ્ટીટ્યુટ શિક્ષણ અને સંશોધન માટેના હબ તરીકે સેવા આપશે અને જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગના ધોરણોને ઉન્નત કરવામાં મદદ કરશે”: કલ્પેશ દેસાઈ અમદાવાદ: ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ) એ અમદાવાદમાં તેની સ્ટેટ ઓફ ધી આર્ટ ઇન્સ્ટીટ્યુટ અને ડાયમંડ અને જ્વેલરી ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવી ઇન્સ્ટીટ્યુટની શરૂઆત સાથે જ અહીં જેમ્સ અને જ્વેલરીની દુનિયામાં ઇનોવેશન, શિક્ષણ અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે એક નવો અધ્યાય શરૂ થયો છે. આ કેન્દ્રની સ્થાપના ઈન્ટરનેશનલ ડાયમંડ લેબોરેટરી(IDL) ના સહયોગથી કરવામાં આવી છે. જે હીરા, રત્ન અને જ્વેલરીની ઓળખ, ગુણવત્તા વિશ્લેષણ અને મૂલ્યાંકનમાં વિશેષતા ધરાવતી સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય લેબોરેટરી અને સંશોધન સંસ્થા છે. સોમવારે યોજાયેલા નવા કેન્દ્રના ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોની મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જયસુખભાઈ બી કોલડિયા ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી(ISGJ) ના સંસ્થાપક કલ્પેશ દેસાઇએ જણાવ્યું હતું કે, “અમારી ઇન્સ્ટીટ્યુટ અને લેબોરેટરીનું ઉદ્ઘાટન એ અમારી યાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે અને શ્રેષ્ઠતા અને ઈનોવેશન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. તે શિક્ષણ અને સંશોધન માટેના હબ તરીકે સેવા આપશે અને જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગના ધોરણોને ઉન્નત કરવામાં મદદ કરશે. અમે દરેકને અમારી સાથે જોડાવા અને જેમ્સ અને જ્વેલરીની દુનિયામાં કારીગરી, સર્જનાત્મકતા અને સુંદરતાની ઉજવણી કરવા આમંત્રિત કરીએ છીએ.” ISGJ, આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સંસ્થા, તેના યુનિક અને અનુકૂળ વ્યાવસાયિક પ્રોગ્રામિંગ, પ્રાયોગિક શિક્ષણની તકો અને ઉચ્ચ ગુણવત્તાવાળી ફેકલ્ટી માટે પ્રખ્યાત છે. નવી લેબોરેટરી જ્વેલરી, ડાયમંડ, જેમોલોજી અને મેનેજમેન્ટના ક્ષેત્રોમાં અદ્યતન સંસાધનો અને કુશળતા પ્રદાન કરશે. 102, થર્ડ આઇ 3, ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ નજીક આવેલી ISGJ ઇન્સ્ટિટ્યૂટ અને ટેસ્ટિંગ લેબોરેટરી, ગુણવત્તા અને પ્રમાણિકતાના ઉચ્ચતમ ધોરણોને સુનિશ્ચિત કરીને, જેમ્સ અને જ્વેલરી પરીક્ષણ માટે અગ્રણી સેન્ટર બનવા માટે તૈયાર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button