ભારતનો બેસ્ટ-સેલિંગ 5G સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી A14 5G ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે સેલ દરમિયાન ઉક્ત રૂ. 9999ની અગાઉ ક્યારેય નહીં તે કિંમતે ઉપલબ્ધ થશે
ભારતનો બેસ્ટ-સેલિંગ 5G સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી A14 5G ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે સેલ દરમિયાન ઉક્ત રૂ. 9999ની અગાઉ ક્યારેય નહીં તે કિંમતે ઉપલબ્ધ થશે
ગુરુગ્રામ, ભારત, 19મી સપ્ટેમ્બર, 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ફ્લિપકાર્ટના આગામી બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન ભારતનો બેસ્ટ-સેલિંગ 5G સ્માર્ટફોન (1) ગેલેક્સી A14 5G પર અગાઉ ક્યારેય નહીં તેવી ઓફરો આજે જાહેર કરવામાં આવી હતી.
ગ્રાહકો 26મી સપ્ટેમ્બરથી શરૂ થતા બિગ બિલિયન ડેઝમાં તેમના ફેવરીટ 5G સ્માર્ટફોન 4GB + 128GB વેરિયન્ટ માટે રૂ. 9999થી શરૂ થતી ચોખ્ખી અસરકારક કિંમતે ખરીદી શકશે. ડીલમાં રૂ. 6500નું નિયમિત ડિસ્કાઉન્ટ અને રૂ. 1000ના તુરંત ડિસ્કાઉન્ટ (રૂ. 17,499ની મૂળ કિંમત સામે)નો સમાવેશ થાય છે. 6GB + 128 GB વેરિયન્ટ રૂ. 10,999ની ચોખ્ખી અસરકારક કિંમતે ઉપલબ્ધ થશે. આ કિંમતમાં રૂ. 9000નું નિયમિત ડિસ્કાઉન્ટ અને રૂ. 1000ના તુરંત ડિસ્કાઉન્ટ (રૂ. 20,999ની મૂળ કિંમત સામે)નો સમાવેશ થાય છે.
ગેલેક્સી A14 5Gમાં ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે 6.6” ફુલ HD+ ડિસ્પ્લે સાથે ઉચ્ચ ગુણવત્તાના ફોટોઝ માટે ડેપ્થ અને મેક્રો લેન્સ સાથે સેમસંગ ગેલેક્સીના એકમાત્ર 50MP ટ્રિપલ રિયર કેમેરા સાથે સિગ્નેચર ફ્લોટિંગ કેમેરા ડિઝાઈનથી સમૃદ્ધ છે.
ગેલેક્સી A14 5G ત્રણ ટ્રેન્ડી કલર્સમાં મળશે- ડાર્ક રેડ, લાઈટ ગ્રીન અને બ્લેક. તે એક્સિનોસ 1330 પ્રોસેસર દ્વારા પાવર્ડ છે. તે સેગમેન્ટનો સૌથી અવ્વલ ગીકબેન્ક સ્કોર્સ (3) ધરાવે છે, જે સહજ કામગીરીની ખાતરી રાખે છે. ઉપરાંત તે 6GB RAM ધરાવે છે, જે 6GB RAM પ્લસ સુધી દ્વારા પૂરક હોવાથી સાગમટે વધુ એપ્સ ચલાવી શકાય છે.
ગેલેક્સી A14 5Gમાં સેમસંગનું અજોડ વોઈસ ફોકસ ફીચર પણ છે, જે ઘોંઘાટવાળા વાતાવરણમાં ફોન પર વાર્તાલાપની સ્પષ્ટતા બહેતર બનાવવાના લક્ષ્ય સાથે બેકગ્રાઉન્ડ નોઈઝને ફિલ્ટર કરીને કોલ્સ દરમિયાન વોઈસ ગુણવત્તા બહેતર બનાવે છે. ફીચર વિડિયો અને વોઈસ કોલિંગ એપ્સ, જેમ કે, ગૂગલ મીટ, માઈક્રોસોફ્ટ ટીમ્સ, વ્હોટ્સએપ અને ઝૂમ જેવા એપ્સ સાથે કામ કરે છે, જેથી ઉપભોક્તા અનુભવ વધુ અદભુત બની જાય છે.
ઉપરાંત જ્ઞાનાકાર UI 6 સોફ્ટવેર સાથે ઉપભોક્તાઓ વિડિયો વોલપેપર્સ અથવા ઈમોજી સાથે લોક સ્ક્રીન કસ્ટમાઈઝ કરી શકે છે. ઉપભોક્તાઓ વ્યક્તિગત સંપર્કો માટે અવતારો સાથે બેકગ્રાઉન્ડમાં કોલ પર્સનલાઈઝ પણ કરી શકે છે.
[1]: કાઉન્ટરપાર્ટ દ્વારા સ્વતંત્ર સંશોધનને આધારે ગેલેક્સી A14 5G જાન્યુ. 2023થી જુલાઈ 2024ના સમયગાળા માટે વોલ્યુમ દ્વારા સૌથી વધુ વેચાતો 5G સ્માર્ટફોન છે. [2]: રૂ. 10,000 (યુનિટ દીઠ) સુધી પ્રાઈસ સેગમેન્ટમાં સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોન્સમાં ગેલેક્સી A14 5G 19 સપ્ટેમ્બર, 2024ના રોજ 50 MP ટ્રિપલ કેમેરા સાથે એકમાત્ર સેમસંગનો સ્માર્ટફોન છે. [3]: www. nanoreview.net પર જાહેરમાં ઉપલબ્ધ માહિતીને આધારે ગેલેક્સી A14 5Gનું એક્સિનોસ 1330 પ્રોસેસર 1528નો સરેરાશ ગીક સ્કોર ધરાવે છે (929નો સિંગલ બેન્ચ કોર અને 2128ના મલ્ટી કોર સ્કોરની સરેરાશ તરીકે) ધરાવે છે, જે 19 સપ્ટેમ્બર, 2024ના રોજ રૂ. 10,000 સુધી (યુનિટ દીઠ)ના પ્રાઈસ સેગમેન્ટમાં લિસ્ટેડ સ્માર્ટફોન્સમાં સ્થાન ધરાવે છે.