શ્રી અહિંસા નેચરલ્સ લિમિટેડનો આઈપીઓ 25મી માર્ચ, 2025ના રોજ ખૂલશે

શ્રી અહિંસા નેચરલ્સ લિમિટેડનો આઈપીઓ 25મી માર્ચ, 2025ના રોજ ખૂલશે
ઈશ્યુનો કુલ આકાર- પ્રત્યેકી રૂ. 10ના 62,02,800^ ઈક્વિટી શેર.
બુક બિલ્ટ ઈશ્યુ આકારઃ રૂ. 73.81 કરોડ (અપ્પર પ્રાઈસ બેન્ડ પર)
પ્રાઈસ બેન્ડ- શેર દીઠ રૂ. 113- રૂ. 119
લોટ આકારઃ 1200 ઈવિટી શેર
નેશનલ, 21 માર્ચ, 2025
શ્રી અહિંસા નેચરલ્સ લિમિટેડ દ્વારા એનએસઈ ઈમર્જ પર લિસ્ટેડ થનારા શેરો સાથે રૂ. 73.81 કરોડ સુધી ઊભા કરવાના લક્ષ્ય સાથે 25 માર્ચ, 2025ના રોજ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) સાથે જનતામાં જવાની ની યોજના જાહેર કરાઈ હતી.
ઈશ્યુ પ્રત્યેકી રૂ. 10ના ફેસ વેલ્યુએ 62,02,800 ઈક્વિટી શેરોનો હશે.
શ્રી અહિંસા નેચરલ્સ લિમિટેડ કંપનીએ 1990માં કામગીરી શરૂ કરી હતી અને હાલમાં કેફેન એન્હાઈડ્રસ નેચરલ, ગ્રીન કોફી બીન એક્સ્ટ્રેક્ટ (જીસીઈ) અને ક્રુડ કેફેનનું નિષ્કર્ષણ કરવામાં અને અન્ય હર્બલના નિષ્કર્ષણમાં સંકળાયેલી છે. તેની પ્રોડક્ટોનો ઉપયોગ તેમના આરોગ્યના લાભોને લીધે ખાદ્ય અને પીણાં, ન્યુટ્રાસ્યુટિકલ્સ, કોસ્મેટિક્સ અને ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગમાં કરવામાં આવે છે. કંપની મુખ્યત્વે વિયેતનામ, મેક્સિકો ખાતે સ્થિત ઘણા બધા ડિફેફેનેશન પ્લાન્ટ્સમાંથી પ્રાપ્ત ક્રુડ કેફેનની પ્રક્રિયા કરે છે. કંપનીનો મુખ્ય કાચો માલ ક્રુડ કેફેન આવા ડિફેનેશન પ્લાન્ટ્સની બાય- પ્રોડક્ટ છે. તે ગ્રીન કોફી બીન્સ એક્સ્ટ્રેક્ટ (જીસીઈ) અને કેફેન એન્હાઈડ્રસ નેચરલના નિષ્કર્ષણ માટે ક્રુડ કેફેન પ્રક્રિયા કરે છે. આરંભમાં કંપનીનો વેપાર ફક્ત કેફેન એન્હાઈડ્રસ નેચરલના નિષ્કર્ષણ, ઉત્પાદન અને વેચાણ પર કેન્દ્રિત હો. આ પછી અમુક પુરવઠાકારો પાસેથી સ્રોત કરાતા ક્રુડ કેફેન પર વધુ સંશોધન અને વિકાસ થકી કંપનીએ ખોજ કરી કે તેમાં જીસીઈ છે. આ તકનો લાભ લેવા માટે કંપનીએ ક્રુડ કેફેનમાંથી જીસીઈના નિષ્કર્ષણ માટે પ્રક્રિયા વિકસાવી હતી અને ત્યાર પછી 2018માં તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં જીસીઈનો ઉમેરો કર્યો હતો. ઉપરાંત તેના ગ્રાહકો પાસેથી અન્ય હર્બલ એક્સ્ટ્રેક્ટ્સ માટે વધતી માગણીના પ્રતિસાદમાં કંપનીએ 2021માં વિવિધ હર્બલ એક્સ્ટ્રેક્ટ્સનો સમાવેશ કરવા માટે તેનો પ્રોડક્ટ પોર્ટફોલિયો વિસ્તાર્યો હતો. વર્ષ 2022થી કંપનીએ ટી વેસ્ટ અને કોફી વેસ્ટમાંથી ક્રુડ કેફેનનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું હતું, જે ખુલ્લી બજારમાં વેચવામાં આવે છે અને કેપ્ટિવ ઉપભોગ માટે ઉપયોગ કરાય છે. કંપની નિકાસલક્ષી એકમ હોઈ તેની કામગીરી મુખ્યત્વે નિકાસલક્ષી છે અને હાલમાં તે યુએસએ, જર્મની, સાઉથ કોરિયા, યુકે, થાઈલેન્ડ વગેરે સહિત 14 દેશોમાં તેની પ્રોડક્ટોનો પુરવઠો કરે છે. ઉત્પાદન એકમ રાજસ્થાનના જયપુરમાં સ્થિત છે.
ઈક્વિટી શેરની ફાળવણી
કુર ઈશ્યુ આકારઃ 62,02,800 શેર, જેમાંથી 42,03,600 શેરોમાં ફ્રેશ ઈશ્યુ અને 19,99,200 શેરો ઓએફએસ છે.
એકત્રિત રીતે રૂ. 73.81 કરોડનો ઈશ્યુ આકાર (અપ્પર પ્રાઈસ બેન્ડમાં).
માર્કેટ મેકર ક્વોટાઃ 3,12,000 શેર.
ક્યુઆઈબી ક્વોટા (એન્કર રિઝર્વેશન સહિત): નેટ ઈશ્યુના 50 ટકાથી વધુ નહીં.
રિટેઈલ ક્વોટાઃ નેટ ઈશ્યુના 35.00 ટકાથી વધુ નહીં.
એચએનઆઈ ક્વોટાઃ નેટ ઈશ્યુના 15 ટકાથી વધુ નહીં
પ્રાઈસ બેન્ડઃ રૂ. 113થી રૂ. 119
લોટ આકારઃ 1200 શેર
આઈપીઓ આકાર (અપ્પર પ્રાઈસ બેન્ડમાં): 62,02,800 શેર (એકત્રિત રૂ. 73.81 કરોડ સુધી)
શેરોની પ્રી- ઈશ્યુ સંખ્યાઃ 1,91,26,500 શેરો
શેરોની પોસ્ટ ઈશ્યુ સંખ્યાઃ 2,33,30, 100 શેરો
એન્કર બિડિંગઃ સોમવાર, 24 માર્ચ, 2025
ઈશ્યુ ખૂલશેઃ મંગળવાર, 25 માર્ચ, 2025
ઈશ્યુ બંધ થશેઃ ગુરુવાર, 27 માર્ચ, 2025
અડસટ્ટે લિસ્ટિંગની તારીખઃ બુધવાર, 2 એપ્રિલ, 2025
આઈપીઓ પછી કંપનીની રૂ. 19.13 કરોડની વર્તમાન પેઈડ-અપ ઈક્વિટી મૂડી રૂ. 23.33 કરોડ સુધી વધશે. આઈપીઓના અપ્પર પ્રાઈસ બેન્ડને આધારે કંપની રૂ. 277.63 કરોડની માર્કેટ કેપનું લક્ષ્ય ધરાવે છે.
ઈશ્યુના હેતુઃ
ફ્રેશ ઈશ્યુમાંથી ઈશ્યુની પ્રાપ્તિ નિમ્નલિખિત હેતુઓ માટે ઉપયોગ કરાશેઃ
ફ્રેશ ઈક્વિટી ઈશ્યુની ચોખ્ખી પ્રાપ્તિમાંથી કંપની સાવરડા, જયપુર, રાજસ્થાનમાં ઉત્પાદન એકમ સ્થાપવા માટે સંપૂર્ણ માલિકીની સબસિડિયરી શ્રી અહિંસા હેલ્થકેર પ્રા. લિ.માં રોકાણ માટે રૂ. 35.00 કરોડ અને બાકી સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરશે.
સૃજન આલ્ફા કેપિટલ એડવાઈઝર્સ એલએલપી ઈશ્યુની બુક રનિંગ લીડ મેનેજર છે અને કેમિયો કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ રજિસ્ટ્રાર છે. ઈશ્યુ માટે માર્કેટ મેકર ચોઈસ ઈક્વિટી બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડ છે.
નાણાકીય કામગીરીઃ
નાણાકીય કામગીરીને મોરચે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં કંપનીએ રૂ. 58.94 કરોડ/ રૂ. 11.02 કરોડ (નાણાકીય વર્ષ 2022), રૂ. 106.14 કરોડ/ રૂ. 38.21 કરોડ (2023) અને રૂ. 78.70 કરોડ/ રૂ. 18.67 કરોડ (2024)ની કુલ આવક/ ચોખ્ખો નફો નોંધાવ્યં હતાં. 30 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2025ના પ્રથમ અર્ધવાર્ષિક માટે રૂ. 41.37 કરોડની કુલ આવક પર રૂ. 9.74 કરોડનો ચોખ્ખો નફો કમાણી કર્યો હતો.
આ સમયગાળાઓ માટે કંપનીએ અનુક્રમે 18.99 ટકા (2022), 36.69 ટકા (2023), 23.91 ટકા (2024), 23.93 ટકા (2025નું પ્રથમ અર્ધવાર્ષિકમાં) વેરા પછીના નફાનું માર્જિન નોંધાવ્યું હતું અને સંદર્ભિત સમયગાળા માટે આરઓસીઈ માર્જિન અનુક્રમે 48.83 ટકા, 72.46 ટકા, 25.69 ટકા, 12.59 ટકા નોંધાવ્યું હતું.
અસ્વીકારઃ
આ દસ્તાવેજમાં અમુક નિવેદનો જે ઐતિહાસિક વાસ્તવિકતા નથી તે ભાવિમાં ડોકિયું કરતાં નિવેદન છે. આવાં ભાવિમાં ડોકિયું કરતાં નિવેદન અમુક જોખમો અને અનિશ્ચિતતાઓને આધીન છે, જેમ કે, સરકારી પગલાં, સ્થાનિક, રાજકીય અથવા આર્થિક વિકાસ, ટેકનોલોજિકલ જોખમો અને ઘણાં બધાં અન્ય પરિબળો, જે સુસંગત ભાવિમાં ડોકિયું કરતાં નિવેદનોમાં નિર્દિષ્ટ કરતાં વાસ્તવિક પરિણામોમાં ભૌતિક રીતે ફેરફાર કરી શકે છે. કંપની કોઈ રીતે આવાં નિવેદનોને આધારે લેવામાં આવેલાં કોઈ પણ પગલાં માટે કોઈ પણ રીતે જવાબદાર નહીં રહેશે અને ત્યાર પછીની ઘટનાઓ અથવા સંજોગો પ્રદર્શિત કરવા માટે આ ભાવિમાં ડોકિયું કરતાં નિવેદનો જાહેરમાં અપડેટ કરવાની કોઈ જવાબદારી લેતી નથી.