જલારામ બાપાની 225મી જન્મ જયંતી મનાવાઈ

જલારામ બાપાની 225મી જન્મ જયંતી મનાવાઈ
શિનોર તાલુકાના ગામે ગામ આજે તારીખ 8 નવેમ્બર 2024 સંત શિરોમણી જલારામ બાપાની 225 મી જન્મ જયંતી ભજન કીર્તન, ભંડારો અને કેક કાપીને તથા શોભાયાત્રા કાઢી ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવેલ છે.
સાધલી મુકામે આવેલ શ્રી વિશ્વકર્મા પરિવાર સંચાલિત શ્રી જલારામ મંદિરમાં આજે વહેલી સવારે હવન યજ્ઞ સાથે અન્નકૂટ યોજવામાં આવ્યો હતો ,એવી જ રીતના ટીંગલોદ ગામે સમસ્ત ગામ પરિવાર દ્વારા શ્રી જલારામ મંદિર મુકામે શ્રી જલારામ બાપાની 225 મી જન્મ જયંતી નિમિત્તે સવારે મહાપુજા તથા 10:30 કલાકે મહાપ્રસાદ અને રાત્રીના ભજન સંધ્યા નું આયોજન કરવામાં આવેલ હતું. શિનોર તાલુકાના માંજરોલ મુકામે શ્રી જલારામ બાપાની આઠ કિલો ની કેક બનાવીને કેક કાપી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી અને ભંડારો કરવામાં આવ્યો હતો અને રાત્રિના સમયે ભજનનો કાર્યક્રમ રાખેલ હતો. સદાવ્રતની આહલેખ જગાવી અન્નદાનમાં જ પ્રભુને પામવાનો સમગ્ર વિશ્વને રાહ ચિંધનાર અને જન સેવા એ જ પ્રભુ સેવા મંત્રને પોતાના જીવનમાં સાચા અર્થમાં ચરિતાર્થ કરનાર શ્રી જલારામ બાપાની 225 મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી.