શિનોર તાલુકા પંચાયતના ભાવિ પ્રમુખ નક્કી કરતી અવાખલ બેઠક પર જીગાભાઈ પટેલ અને હીનાબેન રોહિતનો ઝંઝાવતી પ્રચાર

શિનોર તાલુકા પંચાયતના ભાવિ પ્રમુખ નક્કી કરતી અવાખલ બેઠક પર જીગાભાઈ પટેલ અને હીનાબેન રોહિતનો ઝંઝાવતી પ્રચાર
સાધલી જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવાર વિભા પટેલ ની પ્રચાર રેલીમાં અવાખલ મુકામે ધારાસભ્ય અક્ષય પટેલ આવી પહોંચતા મોટી સંખ્યામાં લોકો રેલીમાં ઉમટી પડ્યા હતા.
સાધલી જિલ્લા પંચાયત ભાજપ ના ઉમેદવાર વિભા પટેલ ના ચૂંટણી એજન્ટ સરપંચ જીગાભાઈ પટેલ દ્વારા આજરોજ તારીખ 22 એપ્રિલ, અવાખલ તાલુકા પંચાયતની બેઠકના અવાખલ તથા અચીસરા ગામોના કુલ 2,976 મતદારોની મુલાકાત લીધી. અવાખલ મુકામે પ્રચાર દરમિયાન ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે આવીને પ્રચારમાં ભાગ લીધો, અને વર્ષોથી કોંગ્રેસના જુના કાર્યકર રાજુ છુપી ને ભાજપનો ખેસ પહેરાવી પ્રચાર રેલીમાં સામેલ કર્યા. અવાખલ તાલુકા પંચાયત ની બેઠક (અનુસૂચિત જાતિ) પર જે ઉમેદવાર જીતે તે શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ બનશે. જેથી પ્રચાર દરમિયાન જીગાભાઈ પટેલે અવાખલ ભાજપના ઉમેદવાર હીનાબેન વસંતભાઈ રોહિતને પણ સાથે જ રાખ્યા હતા અને ડોર ટુ ડોર મુલાકાત લીધી હતી. સખત ગરમી વચ્ચે પણ મતદારો દ્વારા જીગાભાઈ પટેલ તથા હીનાબેન રોહિત ને આવકારીને કુલહાર થી સ્વાગત કર્યું હતું.
શિનોર તાલુકાના કુલ 49525 મતદારો છે અને સાધલી જિલ્લા પંચાયતની બેઠક ઉપર કુલ 25,964 મતદારો છે. જીગાભાઈ પટેલ દ્વારા આજ દિન સુધી 19,023 મતદારોનો સંપર્ક કરવામાં આવેલ છે.જેમાં અવાખલ, અચીસરા, સાધલી, માંજરોલ ,સુરાશામળ, મીઢોળ, દિવેર, ટીંબરવા ગરાડી, નાના હબીપુરા, ઉતરાજ, બાવળીયા, ટીંગલોદ અને તરવા ગામનો સમાવેશ થાય છે. આ ગામમાં આજ દિન સુધી જિલ્લા પંચાયત કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જાહેરાત કે રૂબરૂ મુલાકાત લીધેલ નથી અને તેથી લોકો માની રહ્યા છે કે તેઓ કદાચ આ ચૂંટણીમાંથી ખસી ગયા છે.
0000



