સરસાણા ખાતે અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું સૌથી વિશાળ ત્રિદિવસીય પ્રદર્શન ‘સીટમે– ર૦ર૪’ યોજાશે

સરસાણા ખાતે અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું સૌથી વિશાળ ત્રિદિવસીય પ્રદર્શન ‘સીટમે– ર૦ર૪’ યોજાશે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા. ર૦, ર૧ અને રર એપ્રિલ ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો – સીટમે ર૦ર૪’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશન ત્રણ દિવસ દરમ્યાન સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ કલાક સુધી ખુલ્લું રહેશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સુરત એ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના એમએસએમઇ હબ તરીકે ઓળખાય છે ત્યારે આગામી દિવસોમાં ટેક્ષ્ટાઇલમાં વેલ્યુ એડીશન કરવા હેતુસર તેમજ સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહયા છે. ટેક્ષ્ટાઇલમાં હાઇસ્પીડ મશીનરી થકી ઉત્પાદીત થતું કાપડ આવનારા દિવસોમાં બ્રાન્ડ બની રહેશે, જેને પગલે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે.
ડિજીટલ પ્રિન્ટીંગ અને એમ્બ્રોઇડરી મશીનરી થકી સુરતમાં રિયલ ફેબ્રિકની ઓળખ થશે. ભવિષ્યમાં ડિજીટલ પ્રિન્ટીંગની ડિમાન્ડ રહેવાની છે. ડિજીટલ પ્રિન્ટીંગમાં અત્યાધુનિક મશીનરીઓ થકી વેલ્યુ એડીશન કરી વેપારીઓ કાપડમાં સારુ માર્જીન મેળવી શકશે. માત્ર મેન્યુફેકચરર્સ જ નહીં પણ ટ્રેડર્સને પણ તેનો લાભ થાય તે દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે. પ્રદર્શનમાં ગારમેન્ટની મશીનરી પણ આ વર્ષે સામેલ કરવામાં આવી છે.
તદુપરાંત એકઝીબીશનમાં એમ્બ્રોઇડરી મશીનરીની નવી ટેકનોલોજીના હાઇસ્પીડ મશીન પ્રદર્શિત કરવામાં આવશે. જેથી સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટને વધુ વેગ મળી રહેશે. આ પ્રદર્શનથી સુરતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીઓના જૂના ડીલરોને બુસ્ટઅપ તો મળશે જ પણ નવા ડીલરોને પણ પ્લેટફોર્મ મળી રહેશે. આથી સમગ્ર ટેક્ષ્ટાઇલ મશીનરી ઉદ્યોગને નવી દિશા મળી રહેશે.
સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને વધુ વેગ મળે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે ત્યારે આ પ્રદર્શનમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી માટેની અદ્યતન મશીનરી અને અન્ય ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવશે.
ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ‘સીટમે– ર૦ર૪’ એક્ષ્પોના આયોજનમાં ચેમ્બર ઓફ કોમર્સની સાથે સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન જોડાયું છે. આ પ્રદર્શનના આયોજનમાંં ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગની સાથે સંકળાયેલા લોકોએ જે ઉત્સાહ દાખવ્યો છે તે પ્રસંશનીય છે. આવનારા વર્ષોમાં આ ઉત્સાહ ઉત્તરોત્તર વધતો રહે તે જરૂરી છે. કારણ કે, એનાથી સુરતની અર્થ વ્યવસ્થા વધુ મજબૂત બની શકશે. આ પ્રદર્શન માટે ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી છે.
ચેમ્બરના પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનની મુલાકાત લેનારા બાયર્સ ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગની નવી કંપનીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી શકશે. તેઓને બાયર – સેલર મીટ કરવાનો મોકો મળશે. બિઝનેસ અને નેટવર્કીંગ માટે તકો મળી રહેશે. સાથે તેઓને પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલની અદ્યતન મશીનરીઓનું લાઇવ ડેમો જોવા મળશે.
ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મરે જણાવ્યું હતું કે, સીટમે પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ શનિવાર, તા. ર૦ એપ્રિલ ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં ઉદ્ઘાટક તરીકે ભારતના અધિક ટેક્ષ્ટાઇલ કમિશ્નર શ્રી એસ.પી. વર્મા પધારશે અને તેમના વરદ્ હસ્તે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં લુથરા ગૃપ એલએલપીના ચેરમેન અને CMSMEના પ્રેસિડેન્ટ શ્રી ગિરીશ લુથરા મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે. જ્યારે ગોકુલ ટેક્ષ પ્રિન્ટના શ્રી સુભાષ ધવન અતિથિ વિશેષ તરીકે સમારોહની શોભા વધારશે.
સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના પ્રમુખ મનોહર ટેકચંદાનીએ જણાવ્યું હતું કે, દરેક ઈન્ડસ્ટ્રીના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સ્થાનિક, રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરે અસરકારક રજૂઆતો કરતી ચેમ્બર ઓફ કોમર્સ એ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે પ્રયાસ કરે છે. આથી ચેમ્બર ઓફ કોમર્સની સાથે મળીને આ એકઝીબીશનનું આયોજન કરવાનું નકકી કરાયું હતું. અગાઉ માર્ચ– ર૦ર૩ અને જાન્યુઆરી– ર૦ર૦માં સીટમે એકઝીબીશન યોજાયું હતું. જેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે પણ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલની અત્યાધુનિક મશીનરીઓને પ્રદર્શિત કરવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સના ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ એકઝીબીશન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરસાણા ખાતે SIECC ડોમમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના ૪૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. સુરત ઉપરાંત અમદાવાદ, અજમેર, આણંદ, અંકલેશ્વર, બલોત્રા, વર્ધમાન, બેલગામ, ભીવંડી, બિકાનેર, બોટાદ, ચંડીગઢ, કોઇમ્બતુર, દહાણુ રોડ, દિલ્હી, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, જેતપુર, જુનાગઢ, કલ્યાણ, ખંભાત, કોલકાતા, કોટા, મલાડ, માલેગાવ, મુંબઇ, મુઝફફરપુર, નવાપુર, પાનીપત, પૂણે, રાજકોટ, સિલવાસા, સુરેન્દ્રનગર, તમિલનાડુ, ઠાણે, તિરુપુર, ઉજ્જૈન, વડોદરા અને વારાણસી સહિત ભારતભરમાંથી બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે.
દેશભરમાંથી ૧ર હજાર જેટલા બાયર્સે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આથી ત્રણ દિવસમાં એકઝીબીશનમાં ર૦ હજારથી વધુ બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે. એકઝીબીશનમાં પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે.
એકઝીબીશનમાં નીચે મુજબની અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવશે.
ડિજિટલ પ્રિન્ટીંગ મશીન
એમ્બ્રોઇડરી મશીન
ગારમેન્ટ બનાવતી અદ્યતન મશીનરી
ફયુઝન મશીન્સ
કોમ્પ્યુટરાઇઝ એમ્બ્રોઇડરી મશીન
ડાયટ ફેબ્રિક પ્રિન્ટર
ટી શર્ટ પ્રિન્ટીંગ મશીન
બધા પ્રકારના પ્રિન્ટીંગ ઇન્ક
સરકયુલર નિટિંગ મશીન
નીડલ લૂમ્સ મશીન
રોલ ટુ રોલ મશીન
એપેરલ એસેસરીઝમાં એમ્બ્રોઇડરી થ્રેડ,
એમ્બ્રોઇડરી ઓઇલ,
એમ્બ્રોઇડરી કન્ટ્રોલ સિસ્ટમ,
એમ્બ્રોઇડરી ડિઝાઇન સોફટવેર
CAD CAM, કટીંગ મશીન્સ
એપેરલ મશીન્સ તથા તેના સંબંધિત સર્વિસિસ