ગુજરાત

નવી સિવિલ હોસ્પિટલની નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ કચેરી ખાતે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની સ્થાપના

નવી સિવિલ હોસ્પિટલની નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ કચેરી ખાતે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની સ્થાપના
દાદાની પૂજા-અર્ચના અને આરતીમાં નર્સિંગ સ્ટાફ જોડાયા
તમામ ધર્મના નર્સિંગ કર્મચારીઓ અને સ્ટાફે ઉત્સાહભેર જોડાઈને સર્વધર્મ સમભાવ અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
સુરત:સોમવાર: નવી સિવિલ હોસ્પિટલની નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ કચેરી ખાતે ગણપતિ દાદાની પૂજા-અર્ચના અને આરતી સાથે ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખી સર્વધર્મ સમભાવના ઉદ્દેશ સાથે તમામ નર્સિંગ સ્ટાફ અને અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓ જલ્દી સાજા અને સ્વસ્થ થાય તથા નર્સિંગ સ્ટાફ દ્વારા તેમની ઉત્તમ સેવા થઈ શકે તે માટે સૌએ પ્રાર્થના કરી તેમજ સમાજના સૌ લોકોનું કલ્યાણ થાય, પ્રજા તંદુરસ્ત રહે અને લોકો સુખી-સંપન્ન અને સ્વસ્થ બને તેવી કામના કરી હતી.
નર્સિંગ સ્ટાફ દ્વારા આરોગ્ય સંબંધી તમામ જાણકારી અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ જન-જન સુધી પહોંચે તેવી ભાવના મજબૂત બને તથા આપણો દેશ વિશ્વગુરુ બને તેવી દાદાના ચરણે પ્રાર્થના કરાઈ હતી.
શ્રી ગણેશ પૂજા અને આરતીમાં તબીબી અધિક્ષક ડૉ. પારૂલ વડગામા, આર.એમ.ઓ. ડો. કેતન નાયક વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ સર્વ શ્રી નિરજા પટેલ અને ભાવિની પટેલ તેમજ નર્સિંગ એસો.ની ટીમ, તમામ વોર્ડના સ્ટાફ હેડ નર્સ અને આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
નિવૃત્ત નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ તથા આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વાસંતીબેન નાયર દ્વારા કરાયેલ આ સમગ્ર આયોજનમાં નર્સિંગ એસો.ના સેક્રેટરી ઇકબાલ કડીવાલા, નિલેશભાઈ લાઠિયા, જગદીશ બુહા, સંજય પરમાર, બિપિનભાઈ અને વિભોર ચુગ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને તમામ ધર્મના નર્સિંગ કર્મચારીઓ અને સ્ટાફે ઉત્સાહભેર જોડાઈને સર્વધર્મ સમભાવ અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
નોંધનીય છે કે, સિવિલમાં તમામ તહેવારો સર્વધર્મ સમભાવની ભાવના સાથે ઉજવવામાં આવે છે તેમજ દર વર્ષે ગણેશ સ્થાપના અંતર્ગત દાદાની પૂજા અર્ચના, ભજન અને કથા સત્સંગ યોજવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button