ગણપત યુનિવર્સિટીના નર્સિંગ ઇન્સ્ટિટયૂટ દ્વારા પૂરી ગરિમા સાથે ઉજવાયો ” લેમ્પ લાઇટિંગ અને શપથવિધિ સમારોહ. “

ગણપત યુનિવર્સિટીના નર્સિંગ ઇન્સ્ટિટયૂટ દ્વારા પૂરી ગરિમા સાથે ઉજવાયો ” લેમ્પ લાઇટિંગ અને શપથવિધિ સમારોહ. ”
યુનિવર્સિટી પ્રેસિડેન્ટ ગણપતદાદા, પ્રો ચાન્સેલર પ્રો. ડો. મહેન્દ્ર શર્મા ઉપરાંત રાજ્ય અને કેન્દ્રિય કક્ષાના અધિકારીઓએ માહિતી માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યા !
ગણપત યુનિવર્સિટીના કુમુદ એન્ડ ભૂપેશ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ દ્વારા વિદ્યાર્થીઓ માટે લેમ્પ લાઇટિંગ અને શપથવિધિ સમારોહ તાજેતરમાં સફળતાપૂર્વક સંપન્ન થયો.
પ્રેમ અને કરુણા સભર ફરજ બજાવવા માટે સજ્જ થયેલા નર્સિંગના વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવા ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ગણપતભાઈ પટેલ-દાદા, શ્રીમતી મંજુલાબેન પટેલ-દાદી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના દાતા અને સંસ્થાના ટ્રસ્ટી માનનીય શ્રી ભુપેશભાઈ પરીખ આ પાવન અવસર ઉપર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અમેરિકા સ્થિત ઓન્કોલોજીસ્ટ અને આ અવસરના વિશેષ મહેમાન અને યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય ડો. શ્રી ગિરીબાળાબેન પટેલે વિદ્યાર્થીઓને નર્સિંગ ના વ્યવસાય અંગે મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું.
લેમ્પ લાઇટિંગ અને શપથવિધિના આ કાર્યક્રમનું નર્સિંગના વિદ્યાર્થીઓની કારકિર્દીમાં કેટલું મહત્વનું સ્થાન છે તે સમજીને સરકારશ્રીના મહત્વના હોદ્દેદારો પણ ખાસ આ ઉજવણીમાં સહભાગી બન્યા હતા, જેમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજીસ્ટ્રાર ડો. શ્રી પ્રજ્ઞાબેન ડાભી તેમજ મદદનીશ મહા નિર્દેશક ( એડીજી ) નર્સિંગ, ( આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ભારત સરકાર )ડો. શ્રી અર્ચલાજીનો પણ સમાવેશ થાય છે. તેઓશ્રી આ કાર્યક્રમમાં ઓનલાઇન સહભાગી થયા હતા.
ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર પ્રો. ડો. શ્રી મહેન્દ્ર શર્મા ઉપરાંત યુનિવર્સિટીના બીઓજી સભ્ય તેમજ ડિપ્લોમા કોલેજના દાતા માનનીય શ્રી બેચરભાઈ પટેલ, પલિયડની એસ. જે. સાર્વજનિક હોસ્પિટલના મંત્રી શ્રી કનુભાઈ પટેલ, અમેરિકાની કેલિફોર્નિયા ખાતેની કૈસર હોસ્પિટલના એમડી ડો. શ્રી દિનેશ પટેલ, શ્રીમતી વર્દા પટેલ, યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સેલર ડો. આર. કે. પટેલ, એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર ડૉ.ગિરીશભાઈ પટેલ, યુનિવર્સિટીના નર્સિંગ ઇન્સ્ટિટયૂટના વડા ડો. કરપાગવલ્લી નાગેશ્વરન સહિત અનેક પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ અને અન્ય આમંત્રિત મહેમાન મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી આ અવસરની ગરિમા અને સાર્થકતા વધારી હતી.