લેન્ક્સેસને નાણાંકીય વર્ષ 2024માં કમાણીમાં સુધારો થવાની અપેક્ષા

લેન્ક્સેસને નાણાંકીય વર્ષ 2024માં કમાણીમાં સુધારો થવાની અપેક્ષા
નાણાંકીય વર્ષ 2023માં વેચાણમાં વાર્ષિક ધોરણે 17.0 ટકાનો ઘટાડો થઇને 6.714 અબજ યૂરો થયુ
અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ 44.9 ટકા ઘટીને 512 મિલીયન યૂરો થઇ
પોર્ટફોલિયોમાં લેવામાં આવેલા પગલાંને કારણે ચોખ્ખી આવક વધીને 443 મિલીયન યૂરો થઇ
“FORWARD” પ્લાન સાથે ઉપાર્જિત પ્રાથમિક ખર્ચ બચતો
ચોખ્ખા દેવામાં નોંધપાત્ર ઘટાડો અને મુક્ત રોકડ પ્રવાહમાં સુધારો
સ્પેસિયાલીટી કેમિકલ્સ પ્રોફાઇલને વધુ શુદ્ધ બનાવાઇ
લેન્ક્સેસના સીઇઓ મેથીયાસ ઝેચર્ટઃ “જ્યારે સમય સુધરે ત્યારે અમે શ્રેષ્ઠ શક્ય સ્થિતિમાં હોવાનું ઇચ્છીએ છીએ.”
મુંબઇ, 27 માર્ચ, 2024 – જર્મનીના કેમિકલ ઉદ્યોગ માટે 2023નું વર્ષ અસંખ્ય કટોકટીવાળુ રહ્યુ હતું: અનેક ગ્રાહક ઉદ્યોગો અને માર્કેટ રિજ્યનની માંગ નરમ રહી હતી, તેની સાથે ગ્રાહકો દ્વારા ઇન્વેન્ટરીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જર્મનીમા ઉર્જાની કિંમત ઊંચી રહી હતી અને સાથે જિયોપોલીટીકલ તણાવ પણ રહ્યો હતો. સ્પેસિયાલીટી કેમિકલ્સ કંપની લેન્ક્સેસમા પણ નાણાંકીય વર્ષ 2023 દરમિયાન ઉપરોક્ત પરિબળોની અસર પડી હતી. જોકે ચાલુ વર્ષ માટે ગ્રુપ કમાણીમાં સાધારણ વધારો થવાની અપેક્ષા સેવી રહ્યુ છે.
ગ્રુપનું નાણાંકીય વર્ષ 2023માં વેચાણ 6.714 અબજ યૂરોનું થયુ હતુ, જે પાછલા વર્ષના આંક 8.088 અબજ યૂરો કરતા 17.0 ટકા નીચુ હતું. તેમજ અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીએમાં 44.9 ટકાનો ઘટાડો થઇને 512 મિલીયન યૂરો થયુ હતુ, તેની તુલનામાં એક વર્ષ પહેલા 930 મિલીયન યૂરોના સ્તરે હતી. જ્યારે અપવાદરૂપ ચીજો પહેલાનો ઇબીઆઇટીડીએ માર્જિન પાછલા વર્ષે 11.5 ટકા સામે 7.6 ટકાએ પહોંચ્યો હતો.
નરમ માંગ અને સેલ્સ વોલ્યુમમાં સંકળાયેલ ઘટાડો તેમજ ઊંચા નિષ્ક્રીય ખર્ચાઓ મુખ્યત્વે સ્પેસિયાલીટી એડીટીવ્સ અને એડવાન્સ્ડ ઇન્ટરમીડિયેટ્સ સેગમેન્ટસની કમાણીમાં નોંધપાત્ર ઘટાડામાં પરિણમ્યા હતા. વધુમાં આ બન્ને સેગમેન્ટસમાં કાચા માલ અને ઉર્જાની નીચી પ્રાપ્તિ કિંમતોએ વેચાણ કિંમતો પર પ્રભાવ પાડ્યો હતો. કન્ઝ્યુમર પ્રોટેક્શન સેગમેન્ટની કમાણીમાં તુલનાત્મક રીતે સાધારણ ઘટાડો જોવાયો હતો. જ્યારે IFF પાસેથી જુલાઇ 2022ના પ્રારંભમાં ખરીદ્યો હતો તેવા માઇક્રોબાયલ કંટ્રોલ બિઝનેસની અહીં સકારાત્મક અસર થઇ હતી.
“જર્મન કેમિસ્ટ્રી અને લેન્ક્સેસ ખાતે અમે અગાઉ ક્યારેય ન જોયુ હતુ તેવુ કટોકટીનું વર્ષ અનુભવ્યુ હતું. આ તબક્કામાંથી પસાર થવા માટે અમે શક્ય એટલુ સ્થિર રહેવા માટે તેમજ જ્યારે સમય સુધરે ત્યારે સારી કામગીરી કરી રહ્યા છીએ. અમારા “FORWARD” એક્શન પ્લાન સાથે અમે વહેલાસરના તબક્કાથી અમે યોગ્ય પગલાંઓ લીધા છે” એમ લેન્ક્સેસના સીઇઓ મેથીયાસ ઝેચર્ટએ જણાવ્યું હતુ.
વર્ષ 2023માં ચોખ્ખી આવક 443 મિલીયન યૂરોના સ્તરે હતી જે પાછલા વર્ષના આંક 250 મિલીયન કરતા નોંધપાત્ર રીતે ઊંચી હતી. તેનું મુખ્ય કારણ લેન્ક્સેસએ એન્વાલિયોરના ફોર્મશન માટે કરેલા વ્યવહારના પરિણામે એડવન્ટ ઇન્ટરનેશનલમાંથી પ્રાપ્ત થયેલી રકમને આભારી હતી. નકારાત્મક 843 મિલીયન યૂરો સાથે સતત કામગીરીમાંથી પ્રાપ્ત થયેલી ચોખ્ખી આવક પાછલા વર્ષના 184 મિલીયન યૂરોની તુલનામાં નોંધપાત્ર રીતે ઓછી હતી. આ ઘટાડો મુખ્યત્વે ઓપરેટિંગ કમાણીની વૃદ્ધિ અને એક્વિઝીશન્સમાંની શાખ પરના બિનસંતુલનને કારણે ઉદભવ્યો હતો.
લેન્ક્સેસ 2024ના પ્રથમ તબક્કામાં પરિસ્થિતિ પડકારજનક રહેશે તેવી આશા સેવે છે. પરિણામે ગ્રુપ 2023ના ચતુર્થ ક્વાર્ટરની તુલનામાં 2024ના પ્રથમ ક્વાર્ટરમાં કોઇ સુધારો થવાની અપેક્ષા સેવતુ નથી અને અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ 100 મિલીયન યૂરો રહેશે તેમ મનાય છે. બીજા ક્વાર્ટરની શરૂઆત થતા લેન્કસેસ વેચાણ વોલ્યુમોમાં સાધારણ વધારો થવાની અપેક્ષા રાખે છે. “અમે ધારીએ છીએ કે એગ્રોકેમિકલ્સ ક્ષેત્રના અપવાદ સાથે અમારા ગ્રાહકોમાં ઇન્વેન્ટરી ઘટાડો હવે સમાપ્ત થયો છે. વધુમાં અમે અમારા “FORWARD” એક્શન પ્લાનમાંથી લાંબા ગાળાની ખર્ચ બચત થવાની આશા રાખીએ છીએ” એમ મેથીયાસ ઝેચર્ટએ જણાવ્યુ હતું. એકંદરે જોઇએ તો નાણાંકીય વર્ષ 2024 માટે લેન્ક્સેસ અપવાદરૂપ ચીજો પહેલાની ઇબીઆઇટીડીએ 2023ના આંક કરતા સાધારણ ઊંચા રહેશે તેવી અપેક્ષા રાખે છે. “જોકે કમાણી પાછા વર્ષોના સરેરાશ સ્તર કરતા નોંધપાત્ર રીતે નીચી રહેશે. તેથી 2024માં અમે અમારી સ્થિતિ અને પ્રક્રિયા પર તેમજ અમારા નાણાંકીય પાયાને વધુ મજબૂત બનાવવા તરફે કામ કરીશું” એમ ઝેચર્ટએ જણાવ્યું હતુ.