વેલેન્ટાઇન ડે ઉજવવાનો શ્રેષ્ઠ માર્ગ – સંત રાજીન્દર સિંહજી મહારાજ

વેલેન્ટાઇન ડે ઉજવવાનો શ્રેષ્ઠ માર્ગ – સંત રાજીન્દર સિંહજી મહારાજ
14 ફેબ્રુઆરીને સેન્ટ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગ સાથે જોડાયેલી એક ખૂબ જ પ્રસિદ્ધ ઘટના સેન્ટ વેલેન્ટાઇનના બાળકો પ્રત્યેના પ્રેમને દર્શાવે છે. એક વખત સેન્ટ વેલેન્ટાઇનને કેદ કરવામાં આવ્યા હતા અને તેમને પ્રેમ કરતા બાળકો માટે આ વિયોગ સહન કરવો મુશ્કેલ બન્યો. તે બાળકો પોતાના હૃદયની લાગણીઓ નાનાં કાગળના ટુકડાઓ પર લખીને જેલની સળિયાઓમાંથી સેન્ટ વેલેન્ટાઇન સુધી પહોંચાડતા. ત્યારથી પોતાના પ્રિયજન પ્રત્યે પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવાની પરંપરા શરૂ થઈ, જે સમય સાથે અનેક રૂપોમાં વિકસતી ગઈ.
આજકાલ વેલેન્ટાઇન ડેને માત્ર પ્રેમી-પ્રેમિકા વચ્ચેના પ્રેમ સુધી મર્યાદિત માનવામાં આવે છે, પરંતુ તેનો એક ઊંડો આધ્યાત્મિક અર્થ પણ છે. માનવજીવનનો પરમ ઉદ્દેશ આત્મજ્ઞાન અને ઈશ્વરપ્રાપ્તિ છે, અને આ ઉદ્દેશ પ્રાપ્ત કરવાનો માર્ગ પ્રેમ છે. સીખ ધર્મના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહજીએ કહ્યું છે:“હું સ્પષ્ટ કહી દઉં છું, બધાએ સાંભળો — જેઓએ પ્રેમ કર્યો છે, તેઓએ જ ભગવાનને મેળવ્યા છે.”ભગવાન પ્રેમ સ્વરૂપ છે. અમારી આત્મા પણ એ જ પ્રેમના તત્વથી બનેલી છે, અને ભગવાનને મેળવવાનો માર્ગ પણ પ્રેમ જ છે.
હવે પ્રશ્ન ઊભો થાય છે — આ પ્રેમ ક્યાંથી આવે છે? ભગવાનના દિવ્ય પ્રેમની કિરણો એક પરિપૂર્ણ જીવંત ગુરુની પ્રેમભીની નજર દ્વારા આપણામાં પ્રવેશે છે. તે ધીમે ધીમે આપણા આત્માને લાંબી નિદ્રાથી જાગૃત કરે છે અને ચેતનાના મહાસાગર સુધીની યાત્રા પૂર્ણ કરાવે છે. એક પરિપૂર્ણ ગુરુ પાસે જ એટલી શક્તિ હોય છે કે તે પ્રેમને સાધન બનાવી માનવના હૃદયમાં પરિવર્તન લાવી શકે અને તેને આધ્યાત્મિક માર્ગે આગળ વધારી શકે. જ્યારે આત્મા સંતો અને મહાત્માઓના શાશ્વત પ્રેમને અનુભવે છે, ત્યારે તે ભય, મોહ અને આસક્તિના બંધનો તોડી શકે છે.
ભગવાન પ્રેમ છે અને અમારી આત્મા તે પ્રેમની એક કિરણ છે. પ્રેમ એ ભગવાન અને માનવ વચ્ચેનું, તેમજ માનવ અને સમગ્ર સૃષ્ટિ વચ્ચેનું એક દિવ્ય સૂત્ર છે.ચાલો, આપણે વિચાર કરીએ — શું ગરીબો પ્રત્યે આપણે કરુણા દાખવીએ છીએ? શું બીમાર અને પીડિતો માટે પ્રાર્થના કરીએ છીએ?જો આપણે પ્રેમથી જીવન જીવતા નથી, તો આપણે હજી ભગવાનથી દૂર છીએ અને સાચા ધર્મથી પણ દૂર છીએ. જો આપણે સાચા અર્થમાં ભગવાનને પ્રેમ કરીએ, તો તે આપણા વર્તનમાં પણ દેખાવું જોઈએ.
આ વેલેન્ટાઇન ડે પર, ચાલો માત્ર સાંસારિક પ્રેમ નહીં પરંતુ આધ્યાત્મિક પ્રેમ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. ચાલો આપણે પોતાના હૃદયને સમગ્ર માનવજાત અને સમગ્ર સૃષ્ટિ પ્રત્યે પ્રેમ અને કરુણાથી પરિપૂર્ણ બનાવીએ.આ જ વેલેન્ટાઇન ડે ઉજવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. સાવન કૃપાલ રૂહાની મિશનના વિશ્વભરમાં 3200 થી વધુ કેન્દ્રો છે અને તેના સાહિત્યનો અનુવાદ 55 થી વધુ ભાષાઓમાં થયો છે. મિશન નું મુખ્ય સેન્ટર વિજયનગર, દિલ્હી ખાતે અને આંતરરાષ્ટ્રીય સેંટર નૅપરવિલ, અમેરિકા ખાતે સ્થિત છે.વધુ માહિતી માટે સંપર્ક કરો : 9825467110, skrmzn12@gmail.com



