ગુજરાત

અમદાવાદના મકતમપુરા વિસ્તારમાં સૂચિત ડમ્પિંગ સાઇટના વિરોધમાં સ્થાનિકો દ્વારા રેલી કાઢી  વિરોધ

અમદાવાદના મકતમપુરા વિસ્તારમાં સૂચિત ડમ્પિંગ સાઇટના વિરોધમાં સ્થાનિકો દ્વારા રેલી કાઢી  વિરોધ

મકતમપુરા વિસ્તાર માં એ.એમ.સી દ્વારા લગભગ ૨૦૦૦૦ વાર થી પણ વધુ વિસ્તાર ના એરિયા માં ડમ્પિંગ સાઇટ બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.આ ડમ્પિંગ સાઇટ ની ૫૦ મીટર રેડિયસ માં ૩ સ્કૂલ આવેલી છે.જેમાં લગભગ ૫૦૦૦ થી વધુ બાળકો અભ્યાસ કરે છે.વળી આ સૂચિત ડમ્પિંગ સાઇટ ની આજુબાજુ લગભગ ૫૦૦૦૦ જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે.સ્થાનિક લોકો નું કહેવું છે કે આમ રહેણાંક વસાહત ની વચ્ચે કઈ રીતે ડમ્પીંગ સાઇટ બનાવવામાં આવી રહી છે તે એક મોટો સવાલ છે.સ્થાનિકો નું કહેવું છે કે જ્યારે પ્રધાન મંત્રી સ્વછતા અભિયાન ચાલવતા હોય ત્યારે કોઈપણ જાત ના રહીશો નો અભિપ્રાય લીધા વગર આ સાઇટ મંજૂર કરવામાં આવેલ છે .જેના અનુસંધાને ગત ૭ ઓક્ટોમ્બર ના રોજ સ્થાનિક લગભગ ૨૦૦૦ થી પણ વધુ લોકો એ અમદાવાદ ની કોર્પોરેશન ની કચેરી ખાતે હલ્લા બોલ કરેલ હતું ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તથા સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન દ્વારા ડમ્પિંગ સાઇટ અન્ય જગ્યા એ સ્થળાંતર કરવાની મૌખિક બાયધરી આપવામાં આવેલ હતી. પરંતુ આજદિન સુધી કોઈ લેખિત પરિપત્ર ન આપવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા આજે મોટી સંખ્યા માં મહિલાઓ,પુરુષો તથા યુવાનો ને સાથે રાખી એક રેલી નું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા.સ્થાનિકો દ્વારા જણાવવા માં આવેલ હતું કે જ્યાં સુધી આ ડમ્પિંગ સાઇટ ને અન્ય જગ્યા એ સ્થળાંતર નો કોઈ લેખિત પરિપત્ર નહીં કરવાં આવે ત્યાં સુધી અમારી આ મુહિમ ચાલુ રહેશે.આવનાર સમય માં અમારા દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે.આ રેલી ની આગેવાની સ્થાનિક આગેવાનો પ્રો.આઈ.એચ,મન્સૂરી,એઝાઝભાઈ ,યુનુસ મન્સૂરી,સમીર મન્સૂરી,ફિરોઝખાન બેલીમ,સરફરાઝ ચૌહાણ દ્વારા કરવાં આવી હતી તેમની સાથે આ રેલી માં આમ આદમી પાર્ટી ના નેતા રાકેશ મહેરિયા,જીતેન્દ્ર ઉપાધ્યાય,જીતેન્દ્ર કલાલ,નીલ જાદવ,ભગીરથ પલસાણા,ધવલ ઠક્કર,પાવન શાહ,પ્રકાશ વાઘેલા,ધર્મેન્દ્ર તથા અન્ય આપના કાર્યકરો જોડાયા હતા.આ કાર્યક્રમ માં સામાજિક કાર્યકર શુભમ ઠાકર,અનિલ દાફડા તથા તેમના સમર્થકો એ પણ આ રેલી માં હાજરી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button