મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા જૂના બોરભાઠા (ભેટ) ભરૂચમાં દિવ્ય શાકોત્સવ યોજાયો

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા જૂના બોરભાઠા (ભેટ) ભરૂચમાં દિવ્ય શાકોત્સવ યોજાયો
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી ખાતે પૂજનીય સંતોના સાંનિધ્યમાં દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે શ્રી સ્વામિનારાયણ મંદિર સુરત અને વડોદરાના મહંત સંત શિરોમણિ શ્રી નિત્યપ્રકાશદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી મુનિશ્વરદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી સચ્ચિદાનંદદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રીહરિકૃષ્ણવલ્લભદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી વગેરે સંતો અને ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સૌ પ્રથમ વખત શ્રી સ્વામિનારાયણ ભગવાનને લોયા ગામમાં શાકોત્સવ કરી દેવોને પણ દુર્લભ એવો અણમોલ લહાવો ભક્તોને આપ્યો હતો. 60 મણ રીંગણાંમાં 18 મણ ઘીનો વઘાર કરીને અદ્ભુત પ્રસાદ જમાડ્યો હતો. ત્યારથી દેશ વિદેશમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરોમાં શાકોત્સવ ઉજવવામાં આવે છે. આ અવસરે સંતો – ભક્તોએ કીર્તનભક્તિ (ઉત્સવ)નો દિવ્યાનંદ માણ્યો હતો. સંત શિરોમણિ શ્રી શ્રી મુનિશ્વરદાસજી સ્વામી અને સંત શિરોમણિ શ્રી નિત્યપ્રકાશદાસજી સ્વામીએ કથામૃતનું રસપાન કરાવ્યું હતું. આ દિવ્ય અવસરે ભાવિક ભક્તોએ આરતીના લહાવા લીધા હતા. કથાવાર્તા અને આરતી પછી સૌ ભક્તોએ શાકોત્સવના પ્રસાદનો મનભરીને આનંદ માણ્યો હતો.