ગુજરાત

ગુજરાત ગેસના એમડીએ લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી

ગુજરાત ગેસના એમડીએ લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી
ગુજરાત ગેસના એમડી અવંતિકા સિંહ શુક્રવારે પોતાની ટીમ સાથે પાંડેસરા સ્થિત લક્ષ્મીપતિ મિલની મુલાકાત લીધી હતી. લક્ષ્મીપતિ ગ્રુપના ડાયરેક્ટર સંજય સરાવગીએ જણાવ્યું કે પોતાની મુલાકાત દરમિયાન તેમણે ઘરેલું અને કોમર્શિયલ ગેસની સમસ્યાઓ વિશે સમજ મેળવી હતી. સાથે જ તેના વહેલી તકે નિરાકરણ માટે તેમણે પોતાના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કાપડ બનાવવાની પ્રક્રિયા જોઈ અને તેમાં ગેસના ઉપયોગને સમજ્યો હતો. આ પ્રસંગે લક્ષ્મીપતિ ગ્રુપ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button