એસપીબી કૉલેજમાં પ્લેસમેન્ટ ફેરનું આયોજન

એસપીબી કૉલેજમાં પ્લેસમેન્ટ ફેરનું આયોજન
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લિશ મીડીયમ કૉલેજ ઓફ કોમર્સ, સુરતના પ્લેસમેન્ટ સેલ દ્વારા તા. ૦૨-૦૪-૨૦૨૬ના રોજ પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રોજગારની તકો પ્રદાન કરવા અને ઉદ્યોગજગત સાથે જોડાણ સ્થાપિત કરવાનો હતો. આ પ્લેસમેન્ટ ફેરમાં T.Y.B.Com. તથા M.Com. ના 140થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્લેસમેન્ટ ફેરમાં એકાઉન્ટિંગ, ટેક્ષેશન, ફાઇનાન્સ, માર્કેટિંગ, બેન્કિંગ, ટેલી-કમ્યુનિકેશન તેમજ આઈ.ટી. ક્ષેત્ર સાથે સંકળાયેલી કુલ 13 કંપનીઓ ભરતી પ્રક્રિયા માટે ઉપસ્થિત રહી હતી. કંપની પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓના પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ પોતાના વિષયજ્ઞાન, સંવાદકૌશલ્ય તથા વ્યવસાયિક ક્ષમતાનું અસરકારક પ્રદર્શન કર્યું હતું. પ્લેસમેન્ટ ફેરના પરિણામરૂપે મોટાભાગના વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓ દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે રોજગારની દિશામાં મહત્વપૂર્ણ તક સાબિત થયો હતો તેમજ વિદ્યાર્થીઓને ઉદ્યોગજગતની અપેક્ષાઓ અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયાનો પ્રાયોગિક અનુભવ પ્રાપ્ત થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કૉલેજના પ્લેસમેન્ટ ઓફિસર CA ડૉ. રવિ પટેલ અને ડૉ. ધ્રુવ ગાંગડવાળા દ્વારા કોલેજના ઇનચાર્જ આચાર્ય ડૉ. આશિષ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.



