રાજનીતિ

આદર્શ આચાર સંહિતાના અમલ સાથે જ ડાંગ જિલ્લામાં હોર્ડિંગ્સ ઉતારાયા

આદર્શ આચાર સંહિતાના અમલ સાથે જ ડાંગ જિલ્લામાં હોર્ડિંગ્સ ઉતારાયા


આહવા: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત થતા જ અમલી થયેલી ‘આદર્શ આચાર સંહિતા’ નો ચુસ્તપણે અમલ થાય તે સુનિશ્ચિત કરાયું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી શાલિની દુહાનના વડપણ હેઠળ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાના ભાગરૂપે, ડાંગ જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર સ્થાનિક માર્ગ અને મકાન વિભાગ/માહિતી વિભાગ દ્વારા પ્રદર્શિત કરાયેલી જાહેરાતોના હોર્ડિંગ્સ, બેનર્સ ઉતારી લેવામાં આવ્યા છે.
કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુકણા તથા સહાયક માહિતી નિયામક શ્રી મનોજ ખેંગારની ટીમે સંયુક્ત રીતે આ તમામ ૧૯ સ્થળોએ પ્રદર્શિત હોર્ડિંગ્સ, બેનર દૂર કરાયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button