નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા, મોરૂકા પ્રાથમિક શાળામાં દીકરીઓ માટે મહેંદી સ્પર્ધા

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા, મોરૂકા પ્રાથમિક શાળામાં દીકરીઓ માટે મહેંદી સ્પર્ધા
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા, મોરૂકા પ્રાથમિક શાળામાં દીકરીઓ માટે મહેંદી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
“હરિ આદેશ જ સર્વોપરી” ના મંત્રને સાર્થક કરતા નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા, સાક્ષાત્ શ્રી કૃષ્ણના આદેશથી અને તેમની અસીમ કૃપાથી મોરૂકા પ્રાથમિક શાળામાં દીકરીઓ માટે મહેંદી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નમ્રતાગ્રીન ફાઉન્ડેશનના જૂનાગઢ જિલ્લા પ્રમુખ રાહુલભાઈ માકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન દ્વારકાધીશની પ્રેરણાથી આ સેવાકાર્યમાં દાતાશ્રી રાકેશભાઈ સોલંકી, હિતેશભાઈ બગડા, મહેન્દ્રભાઈ રાઠોડ અને ભગવાનજીભાઈ પરમાર તરફથી અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો. સંસ્થાના હરિ સેવક મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું હતું કે,હરિ આદેશ વગર પાંદડું પણ હલતું નથી ત્યારે આ દીકરીઓની કલાને નિખારવાનું નિમિત્ત બનવાની તક મળી તે પણ હરીની જ કૃપા છે. કાર્યક્રમના અંતે તમામ સહભાગી દીકરીઓને કાન્હાના આશીર્વાદ રૂપી ઇનામો અને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.



