બારડોલી તાલુકાના કિક્વાડ ગામની સિમમાં અકસ્માત દરમિયાન કારમાંથી ૫૩ હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.
બારડોલી.
બારડોલી તાલુકાના કિક્વાડ ગામની સિમમાં ને.હા.નં. ૫૩ ઉપર એક અકસ્માત સર્જાયો હતો. એક ઇનોવા કારના ચાલકે પોતાના કબજાની કાર પુરપાડ ઝડપે હંકારી લાવી આગળ ચાલતી અન્ય એક કાર અને ડીવાઇડર સાથે અથડાવી અકસ્માત સર્જયો હતો. ઇનોવા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
ધુલિયા હજીરા ને.હા.નં.૫૩ પર આજરોજ બપોરના સમયે કિકવાડ ગામની સિમમાં એક અકસ્માત સર્જાયો હતો. વ્યારા તરફથી આવી રહેલ ઇનોવા કાર નં. GJ-16-AJ-6250 ના ચાલકે પોતાના કબજાની કાર પુરપાડ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ગાડી આગળ ચાલતી એક ઈકો કાર નં. GJ-06-EH-3911 ની સાથે અથડાવી ડીવાઈડર પર ચડાવી દીધી હતી. અકસ્માત બાદ ઇનોવા કારનો ચાલક ગાડી મુકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટનાની જાણ બારડોલી રૂરલ પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પોહચી ઇન્વો કારમાં તલાસી લેતા તેમાથી વિદેશી દારૂની બોટલો નંગ ૯૬૮ જેની કિંમત રૂપિયા ૫૩,૪૦૦/- તથા ઇનોવા ગાડી મળી ૫,૫૩,૪૦૦/- નો કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ઇનોવા કારના ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0000