વ્યાપાર

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદા અને ઓપ્શન્સમાં નોંધાયાં કામકાજના નવા રેકોર્ડઃ સોના-ચાંદીના વાયદા ઓલ ટાઇમ હાઇ સ્તરે

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદા અને ઓપ્શન્સમાં નોંધાયાં કામકાજના નવા રેકોર્ડઃ સોના-ચાંદીના વાયદા ઓલ ટાઇમ હાઇ સ્તરે

સોનાના વાયદામાં રૂ.3577 અને ચાંદીના વાયદામાં રૂ.9924નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ ઇલેક્ટ્રિસિટી, નેચરલ ગેસ, એલચી, મેન્થા તેલના વાયદાઓમાં સાર્વત્રિક નરમાઇનો માહોલઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.341328 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.4356684 કરોડ (નોશનલ)નું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.287290 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 26676 પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 19થી 25 સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.4698027.97 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.341328.28 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.4356684.29 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 26676 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.24853.48 કરોડનું થયું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સપ્તાહના અંતે ચાંદીના વાયદા અને ઓપ્શન્સમાં કામકાજનાં નવા રેકોર્ડ નોંધાયાં હતાં. 25 સપ્ટેમ્બરને ગુરૂવારના રોજ ચાંદીના તમામ વાયદાઓમાં મળીને રૂ.35081 કરોડ, ચાંદી-મિની (5 કિ.ગ્રા.)ના વાયદામાં રૂ.9036 કરોડ અને ચાંદી-માઇક્રો (1 કિ.ગ્રા.)ના વાયદામાં રૂ.5218 કરોડના સિટીટી લાગુ થયા બાદનાં નવા રેકોર્ડ ટર્નઓવર નોંધાયાં હતાં. આ સાથે જ ચાંદી (30 કિ.ગ્રા.)ના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.850177 કરોડની કીમતનાં 66244 ટન અને ચાંદી-મિની (5 કિ.ગ્રા.)ના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.158655 કરોડનાં રેકોર્ડ કામકાજ થયાં હતાં. આ અગાઉ 23 સપ્ટેમ્બરને મંગળવારના રોજ સોના (1 કિ.ગ્રા.)ના વાયદાઓમાં રૂ.31985 કરોડ, સોનું-મિની (100 ગ્રામ)ના વાયદાઓમાં રૂ.13599 કરોડ, ગોલ્ડ-ગિની (8 ગ્રામ)ના વાયદાઓમાં રૂ.262 કરોડનાં સિટીટી લાગુ થયા બાદના તેમ જ ગોલ્ડ-પેટલ (1 ગ્રામ)ના વાયદાઓમાં રૂ.570 કરોડની કીમતનાં 497 કિ.ગ્રા. અને ગોલ્ડ-ટેન (10 ગ્રામ)ના વાયદાઓમાં રૂ.423 કરોડનાં 370 કિ.ગ્રા.નું રેકોર્ડ ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ સોનું-મિની (100 ગ્રામ)ના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.170940 કરોડની કીમતનાં 151 ટનનાં ઉચ્ચતમ કામકાજ નોંધાયાં હતાં.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.287290.49 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.109254ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.114179ના ઓલ ટાઇમ હાઇ અને નીચામાં રૂ.109066ના મથાળે અથડાઈ, રૂ.109052ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.3577ના ઉછાળા સાથે રૂ.112629ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો સપ્તાહ દરમિયાન 8 ગ્રામદીઠ રૂ.92999નો ઓલ ટાઇમ હાઇ ભાવ બોલાઇ, સપ્તાહના અંતે રૂ.3176 ઊછળી રૂ.91411ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો સપ્તાહ દરમિયાન રૂ.11535ના ઓલ ટાઇમ હાઇના સ્તરે પહોંચી, સપ્તાહના અંતે 1 ગ્રામદીઠ રૂ.382 ઊછળી રૂ.11422ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહ દરમિયાન રૂ.114150ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.3655ના ઉછાળા સાથે રૂ.112606 થયો હતો. ગોલ્ડ-ટેન ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.109993ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.114775ના ઓલ ટાઇમ હાઇ અને નીચામાં રૂ.109801ના મથાળે અથડાઈ, રૂ.109805ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.3880ના ઉછાળા સાથે રૂ.113685 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.127500ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.137530ના ઓલ ટાઇમ હાઇ અને નીચામાં રૂ.127500ના સ્તરને સ્પર્શી, રૂ.127132ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.9924ના વ્યાપક ઉછાળા સાથે રૂ.137056ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહ દરમિયાન કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.137451ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી સપ્તાહના અંતે રૂ.9941 ઊછળી રૂ.137052ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો સપ્તાહ દરમિયાન રૂ.137444ના ઓલ ટાઇમ હાઇ બોલાઇ, સપ્તાહના અંતે રૂ.9879 વધી રૂ.136985 થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.17709.18 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું ઓક્ટોબર વાયદો રૂ.34.9 વધી રૂ.943.7ના સ્તરે પહોંચ્યો હતો. જસત ઓક્ટોબર વાયદો રૂ.3.05 વધી રૂ.284.9ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો. એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો રૂ.5.5 ઘટી સપ્તાહના અંતે રૂ.256.15ના ભાવે બોલાયો હતો. સીસું ઓક્ટોબર વાયદો સપ્તાહના અંતે 10 પૈસા ઘટી રૂ.183.25ના ભાવે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.36287.41 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.3990ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4003 અને નીચામાં રૂ.3843ના સ્તરને સ્પર્શી, રૂ.122 ઘટી રૂ.3874ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5574ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5783 અને નીચામાં રૂ.5462ના સ્તરને સ્પર્શી, રૂ.5583ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.190 વધી રૂ.5773ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.186 વધી રૂ.5773 થયો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો સપ્તાહના અંતે એમએમબીટીયુદીઠ રૂ.2.9 ઘટી રૂ.283.4 થયો હતો. નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો રૂ.3 ઘટી સપ્તાહના અંતે રૂ.283.5ના સ્તરે પહોંચ્યો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.1004ના ભાવે ખૂલી, રૂ.23 ઘટી રૂ.980.9 થયો હતો. એલચી ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.2490ના ભાવે ખૂલી, રૂ.22 ઘટી રૂ.2446 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.166775.10 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.120515.39 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.11718.53 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.2065.67 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.235.88 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.3677.08 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.122.70 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.6445.85 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.29718.86 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.35.16 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.6.04 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 3349 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 11213 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 9459 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 119293 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 11516 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17394 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 35637 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 104451 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 601 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 10879 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 25090 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 25550 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 26814 પોઇન્ટના સ્તર અને નીચામાં 25550 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 1126 પોઇન્ટ વધી 26676 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button