સ્પોર્ટ્સ

બીજી ટી-20માં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 45 રને હરાવ્યું, શ્રેણીમાં 2-0થી આગળ

બીજી ટી-20માં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 45 રને હરાવ્યું, શ્રેણીમાં 2-0થી આગળ
બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી અને માત્ર 13 રનના સ્કોર પર તેને પહેલો મોટો ફટકો લાગ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી માર્ક ચેપમેને સૌથી વધુ 42 રનની ઇનિંગ રમી હતી. આ શાનદાર ઇનિંગ દરમિયાન માર્ક ચેપમેને 29 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. માર્ક ચેપમેન ઉપરાંત ટિમ રોબિન્સન અને મિશેલ હેએ 41-41 રન બનાવ્યા હતા. બીજી તરફ નુવાન તુશારાએ શ્રીલંકન ટીમને પ્રથમ મોટી સફળતા અપાવી હતી. શ્રીલંકા તરફથી વાનિન્દુ હસરાંગાએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. વાનિન્દુ હસરંગા ઉપરાંત નુવાન તુશારા અને મથિશા પાથિરાનાએ એક-એક વિકેટ લીધી હતી. શ્રીલંકાની ટીમને આ મેચ જીતવા માટે 20 ઓવરમાં 187 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું અને ઓપનિંગ બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 32 રનની ભાગીદારી નોંધાવી હતી. શ્રીલંકાની આખી ટીમ 19.1 ઓવરમાં માત્ર 141 રનમાં સમેટાઈ ગઈ હતી અને ન્યૂઝીલેન્ડે 45 રને શ્રીલંકાને હરાવ્યું હતું. શ્રીલંકા તરફથી સ્ટાર બેટ્સમેન કુસલ પરેરાએ સૌથી વધુ 48 રનની ઇનિંગ રમી હતી. કુસલ પરેરા સિવાય પથુમ નિસાન્કાએ 37 રન બનાવ્યા હતા.
કેપ્ટન મિશેલ સેન્ટનરે ન્યૂઝીલેન્ડની ટીમને પહેલી મોટી સફળતા અપાવી હતી. ન્યુઝીલેન્ડ માટે ઝડપી બોલર જેકબ ડફીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જેકબ ડફી ઉપરાંત મિશેલ સેન્ટનર અને મેટ હેનરીએ બે-બે વિકેટ લીધી હતી. શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 2 જાન્યુઆરીએ નેલ્સનના સૅક્સટન ઓવલ મેદાન પર સવારે 5.45 વાગ્યાથી રમાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button