નિસાન મોટર ઈન્ડિયાએ ઘરેલુ વેચાણમાં 45 ટકાનો માસિક વધારો નોંધાવ્યો, ઑક્ટોબર 2025માં કુલ 9,675 યુનિટ્સનું વેચાણ થયું

નિસાન મોટર ઈન્ડિયાએ ઘરેલુ વેચાણમાં 45 ટકાનો માસિક વધારો નોંધાવ્યો, ઑક્ટોબર 2025માં કુલ 9,675 યુનિટ્સનું વેચાણ થયું
ગુરુગ્રામ, 1 નવેમ્બર 2025: નિસાન મોટર ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (NMIPL) એ ઑક્ટોબર 2025 દરમ્યાન કુલ 9,675 કારોનું (કન્સોલિડેટેડ) વેચાણ નોંધાવ્યું છે. આ દરમ્યાન કંપનીએ ઘરેલુ વેચાણમાં માસિક આધારે 45 ટકાનો વધારો કર્યો છે. નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારો દરમ્યાન નવી નિસાન મેગ્નાઇટ માટે આવેલી જબરદસ્ત માંગના કારણે કંપનીએ આ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ભારત સરકાર દ્વારા GST દરોમાં ઘટાડો કરવાને લીધે પણ સકારાત્મક અસર જોવા મળી છે.
ઑક્ટોબર 2025માં ઘરેલુ બજારમાં નિસાન મોટર ઈન્ડિયાનું વેચાણ 2,402 યુનિટ્સ રહ્યું હતું, જે સપ્ટેમ્બર 2025ની તુલનામાં 45 ટકા વધારે છે. તેમાં નવી નિસાન મેગ્નાઇટની મુખ્ય ભૂમિકા રહી. આ દરમ્યાન કંપનીએ 7,273 કારોનું નિકાસ કર્યું, જેના કારણે નિસાન ઈન્ડિયા વૈશ્વિક નિકાસ હબ તરીકે વધુ મજબૂત બની છે. કંપનીએ તાજેતરમાં પોતાની 12 લાખમી કાર નિકાસ કરીને ‘મેક ઇન ઈન્ડિયા, મેક ફૉર ધ વર્લ્ડ’ની ફિલોસોફીને વધુ મજબૂત બનાવી છે.
નિસાન મોટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ વત્સએ જણાવ્યુંકે, “ઑક્ટોબરનો મહિનો ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રી અને નિસાન મોટર ઈન્ડિયા માટે ઉત્તમ રહ્યો છે. તહેવારના ઉત્સાહને ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા GST ઘટાડાના નિર્ણયથી બળ મળ્યું છે. 40 સ્ટાન્ડર્ડ સલામતી ફીચર્સ સાથેની અમારી એવોર્ડ વિનિંગ SUV નવી નિસાન મેગ્નાઇટ, જેને GNCAP તરફથી 5-સ્ટાર રેટિંગ મળી છે, તે દેશભરમાં ગ્રાહકોને આકર્ષી રહી છે. 10 વર્ષની એક્સ્ટેન્ડેડ વોરંટી અને GST ઘટાડા પછી ગ્રાહકોમાં ઉત્સાહ વધ્યો છે. કુરો સ્પેશિયલ એડિશન અને નવા મેટાલિક ગ્રે વેરિઅન્ટ માટે ગ્રાહકો પાસેથી મળેલી અદ્ભુત પ્રતિસાદ નિસાન બ્રાન્ડ સાથેના તેમની ભાવનાત્મક જોડાણને દર્શાવે છે. તાજેતરમાં અમે અમારી CNG રેટ્રોફિટમેન્ટ પ્રોગ્રામને વિસ્તૃત કરીને મેગ્નાઇટ BR10 EZ-શિફ્ટ (AMT) માં પણ CNG વિકલ્પ ઉમેર્યો છે, જે ગ્રાહકોને વધુ લવચીકતા અને મૂલ્ય આપે છે.”
તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને કંપનીએ સતત ડીલર ઇન્વેન્ટરી ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેથી રિટેલ મૂમેન્ટમ અને સપ્લાય એલાઇનમેન્ટમાં સુધારો થયો છે. NMIPLનું નેટવર્ક આગામી પ્રોડક્ટ લોન્ચિંગ માટે વિસ્તરણ કરી રહ્યું છે. આ લોન્ચિંગમાં નિસાન ટેક્ટોન, 7-સીટર B-MPV અને 7-સીટર C-SUV જેવા નવા મોડલ્સનો સમાવેશ છે, જેના માટે ડીલર પાર્ટનર્સ તૈયાર છે. આ નવા મોડલ્સ માટે ગ્રાહકોની વચ્ચે ભારે માંગની અપેક્ષા છે. નિસાન સતત તેના વધતા ડીલર નેટવર્ક, શ્રેષ્ઠ બ્રાન્ડ અનુભવ અને નવીન, સહજ મોબિલિટી સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને ‘વન કાર, વન વર્લ્ડ’ની રણનીતિ પર આગળ વધી રહ્યું છે, જેથી ભારત અને 65થી વધુ નિકાસ બજારોના ગ્રાહકોને આનંદ મળે.
ગ્રાહકોને GSTનો સંપૂર્ણ લાભ આપવા માટે નિસાને નવી નિસાન મેગ્નાઇટની કિંમતમાં 1 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. નવા મેગ્નાઇટ કુરો સ્પેશિયલ એડિશન અને મેટાલિક ગ્રે કલરના લોન્ચિંગથી લોકોમાં ઉત્સાહ વધ્યો છે અને દેશભરમાં ગ્રાહકો પાસેથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે.
તેની બોલ્ડ પ્રેઝન્સ અને 65થી વધુ દેશોમાં ગ્લોબલ ફૂટપ્રિન્ટ સાથે નવી નિસાન મેગ્નાઇટ ‘વન કાર, વન વર્લ્ડ’ની નિસાનની ફિલોસોફીની ઓળખ બની ગઈ છે. આ કાર ભારતથી દુનિયા માટેની ગુણવત્તા, નવીનતા અને શ્રેષ્ઠતાનું પ્રતિક છે.



