નવરાત્રિના પાવન પર્વે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા રૂપાણી પરિવારના અંગદાન થકી સાત વ્યક્તિને મળ્યું નવજીવન

નવરાત્રિના પાવન પર્વે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા રૂપાણી પરિવારના અંગદાન થકી સાત વ્યક્તિને મળ્યું નવજીવન
આસ્થા સાથે અર્પણનું અનોખું ઉદાહરણ
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત દ્વારા ૨૬ મું અંગદાન
દર્દી અંગદાતા : રૂપાણી પાર્વતીબેન માધવજીભાઈ (ઉ.૬૨ વર્ષ)
રહે:- સી/૩૦૨, સર્જન એવેન્યુ, સિંગણપોર, કોઝવે લીંક રોડ, સુરત.
મુળગામ:-ભડિયાદ, તા:-ધંધુકા, જિ:-અમદાવાદ.
અંગદાતા પરિવાર વિગત:-
રૂપાણી માધવજીભાઈ કાનજીભાઈ (પતિ),
રૂપાણી રવિભાઈ માધવજીભાઈ (દીકરો),
ડોબરીયા પુજાબેન પારસકુમાર (દીકરી),
માલાબેન હિરેનભાઈ ગુજરાતી (દીકરી),
અંગદાતા: પાર્વતીબેન માધવજીભાઈ રૂપાણી
વિશેષ વિગત:
તા.૨૩-૦૯-૨૦૨૫ ના રોજ વડોદરા ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું હોવાથી દર્દી પાર્વતીબેન વહેલી સવારે પોતાના નિત્યક્રમ પ્રમાણે બાથરૂમમાં નાહવા માટે ગયા હતા, પરંતુ બાથરૂમ માંથી ઘણીવાર સુધી બહાર નહિ આવતા, તેમના પરિવારજનોએ દરવાજો ખખડાવતા અંદરથી અજુગતો અવાજ આવતા પરિવારજનોએ દરવાજો તોડી અંદર જોયું ત્યારે પાર્વતીબેન બેભાન હાલત માં મળી આવેલ હતા. જેથી તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે જરૂરી રીપોર્ટ કરેલ હતા. દર્દીને વધુ સારવાર માટે તેમના સબંધીઓએ પી.પી.સવાણી હોસ્પિટલ, વરાછા રોડ ખાતે શિફ્ટ કરાયા હતા. દર્દી બેભાનાવસ્થામાં હોવાથી આઇ.સી.યુ. ના ડો.જીગ્નેશ ગેંગડિયા દ્વારા જરૂરી રિપોર્ટ કરાવ્યાં હતા. પરંતુ રિપોર્ટ અનુસાર દર્દી બ્રેઇન ડેડ હોય જેથી હોસ્પિટલમાં ફરજ પરના ડો.જીગ્નેશ ગેંગડિયા, ડો.હિતેશ ચિત્રોડા, ડો.નિકુંજ કાત્રોડિયા અને ડો.પુનમ સાવલિયા દ્વારા દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરેલ હતાં. દર્દીનું અંગદાન થઈ શકે તેમ હોય તે માટે મેડીકલ એડમીન ડો.અનીલ તંતી સાહેબ દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ,સુરતના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, ડો. નિલેશ કાછડીયા, વિપુલ તળાવીયા, જસ્વીન કુંજડીયા અને નીતિન ધામેલીયાનો સંપર્ક કર્યો હતો.
પી. પી. સવાણી હોસ્પિટલ ખાતે એકત્ર થયેલ પાર્વતીબેનના પરિવારજનોમાં, પાર્વતીબેનના પતિ માધવજીભાઈ, દીકરો રવિભાઈ, જમાઈ પારસકુમાર અને હિરેનભાઈ,ઘનશ્યામભાઈ રૂપાણી ,હિતેશભાઈ ધામેલીયા, ડાહ્યાભાઈ પાવશીયા, ડો.પરેશ પટેલ(SRK) સાથે મળીને અંગદાનની વિશેષ વિસ્તૃતમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. થોડા સમય પહેલા ભડિયાદ ગામના સ્નેહમિલનમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી જસ્વીનભાઈ કુંજડીયા દ્વારા અંગદાન જાગૃતિ વિષે માહિતી આપેલ હતી. ત્યારેજ આ દર્દી પાર્વતીબેને પોતાના પરિવારજનોને જણાવ્યું હતું કે બ્રેઈન ડેડ વ્યક્તિના લીધે એક જીવન થી અનેક લોકોના જીવન પ્રકાશિત થઇ શકતા હોઈ તો, આવું આકસ્મિત બ્રેઈન ડેડ મારું થાય ત્યારે “અંગદાન” અને “દેહદાન” માટે દ્રઢ સંકલ્પ કરેલ હતો. રૂપાણી પરિવારના અન્ય મોભી, યુવાનો અને મિત્રો દ્વારા આ શ્રેષ્ઠદાનના કાર્યને સાથે રહીને હુંફ અને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું હતું. વધુમાં એમના પરિવારે જણાવ્યું હતું કે આ શરીર જ્યારે પંચમહાભૂતમાં બળીને ખાખ થઈ જવાનું છે તો આપડે અંગદાન કરી અન્ય લોકોને માટે નવજીવન આપી શકીએ, સાથે અમારા પરિવારના પાર્વતીબેન માધવજીભાઈ રૂપાણીની છેલ્લી ઈચ્છા પણ અંગદાનની હોવાથી પરિવારે આવા સુંદર વિચારને સમય નહિ બગાડતાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે પાર્વતીબેનના અંગોનું અંગદાન કરવાની સહમતી આપી હતી.
અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા પી. પી. સવાણી હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, પી. પી. સવાણી હોસ્પિટલ તથા રૂપાણી પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી બંને હાથ, બંને કીડની, લીવર તથા બંને ચક્ષુઓના દાન દ્વારા અન્ય સાત લોકોને જીવનદાન મળ્યું હતું.
ફરીદાબાદ ખાતે અમ્રિતા હોસ્પિટલ દ્વારા બંને હાથ, અમદાવાદ ખાતે એપોલો હોસ્પિટલ દ્વારા બંને કીડની અને લીવર જયારે બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક ડો. પ્રફુલ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.
અંગદાન માટેની આ પ્રક્રિયામાં પી. પી. સવાણી હોસ્પિટલના ચેરમેન શ્રી વલ્લભભાઈ સવાણી (બાપુજી), શ્રી મહેશભાઈ સવાણી તથા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પી.એમ.ગોંડલીયા, ડો.નિલેષ કાછડીયા, વિપુલ તળાવીયા, જસ્વીન કુંજડિયા, નીતિન ધામેલીયા, બિપીન તળાવિયા, વૈજુલ વિરાણી, સ્મિત ઠુમ્મર, પાર્થ કોરાટ, શ્રી વલ્લભભાઈ ચોથાણી, એડમીન ડો.અનિલ તંતી, ડૉ. પૂનમ સાવલિયા, ડો.કેતન કાનાણી, ડો.શીતલ સુહાગિયા, ડો.શિવાની ડાંખરા, ડો.જલ્પા ડાવરિયા, ડો.ચિંતન ગોહિલ, ડો.સંજય કુકડીયા, ડો.પ્રીન્સી સવાણી,ડો. અલ્પા જીંજાળા, ઉમેશ મિશ્રા, દીપક દોંગા તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને રૂપાણી પરિવારના સભ્યોના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું.
અત્યાર સુધીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરતનાં પ્રયાસોથી ૨૬ મું અંગદાન કરાવવામાં આવ્યું. જેના થકી અન્ય સાત લોકોનાં જીવન દીપી ઉઠ્યા છે.
“અંગદાન સર્વ શ્રેષ્ઠદાન”
“એક જીવન અનેક જીવન પ્રકાશિત કરી શકે છે”
“જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ”, સુરત