વ્યાપાર

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે તેની 25મી વર્ષગાંઠ નિમિત્તે 25 ઇનોવેશન્સ લોન્ચ કર્યા

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે તેની 25મી વર્ષગાંઠ નિમિત્તે 25 ઇનોવેશન્સ લોન્ચ કર્યા

• ગ્રાહકોને આપેલા વચનો નિભાવવાના 25 વર્ષ પૂર્ણ થતાં ગ્રાહક-કેન્દ્રિત 25 નવીન સોલ્યુશન્સ રજૂ કર્યા
• હેલ્થ, મોટર, હોમ, ટ્રાવેલ અને કોમર્શિયલ ઇન્શ્યોરન્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં નવી ઓફરિંગ્સ

મુંબઈ, 03 ઓગસ્ટ, 2026: ભારતની સૌથી મોટી ખાનગી જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે આજે તેની સિલ્વર જ્યુબિલીની ઉજવણીના ભાગરૂપે વિવિધ ઇન્શ્યોરન્સ ક્ષેત્રોમાં 25 નવીન સોલ્યુશન્સ રજૂ કર્યા છે. કંપનીએ એક જ દિવસે 14 નવા લોન્ચીસનો પોતાનો અગાઉનો રેકોર્ડ તોડીને હવે એક જ દિવસે 25 નવીન સોલ્યુશન્સ લોન્ચ કર્યા છે, જેમાંથી 5 સોલ્યુશન્સ સમગ્ર ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યા છે. આ તમામ સોલ્યુશન્સ ગ્રાહકને કેન્દ્રમાં રાખવાના કંપનીના અભિગમને દર્શાવે છે. સાથે જ ઇન્શ્યોરન્સના સમગ્ર જીવનચક્ર દરમિયાન એઆઈ જેવી નવી ટેક્નોલોજીની શક્તિનો ઉપયોગ કરીને ગ્રાહકોને વધુ સારી સેવા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

છેલ્લા 25 વર્ષોમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો સાથે સતત આગળ વધતી રહી છે અને ઇન્શ્યોરન્સની ભૂમિકાને માત્ર આર્થિક સુરક્ષા પૂરતી મર્યાદિત રાખવાને બદલે વધુ વ્યાપક બનાવી છે. કંપનીએ અત્યાર સુધીમાં 50 કરોડથી* વધુ ગ્રાહકોને સેવા આપી છે અને 6 કરોડથી વધુ ક્લેઇમ* સેટલ કર્યા છે. હવે કંપની એવા નવીન સોલ્યુશન્સ દ્વારા સુરક્ષાના નવા યુગની શરૂઆત કરી રહી છે, જે ગ્રાહકોને માત્ર જોખમ બાદ રિકવર કરવામાં જ નહીં પરંતુ જોખમને અગાઉથી ઓળખવામાં અને તેનું સંચાલન કરવામાં પણ મદદરૂપ થશે.

આ પ્રસંગે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સંજીવ માંત્રીએ જણાવ્યું હતું કે, “છેલ્લા 25 વર્ષોથી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું મૂળ તત્વ ખૂબ જ સરળ રહ્યું છે. અમે અમારા ગ્રાહકોને આપેલા દરેક વચન પર અડગ રહીશું અને ભવિષ્યમાં આપવાના દરેક નવા વચનને વધુ સારું બનાવવા માટે સતત નવીનતા લાવીશું.

અમારી સિલ્વર જ્યુબિલીના આ ઐતિહાસિક અવસર પર હું અમારા સમગ્ર હિતધારકો એવા ગ્રાહકો, ભાગીદારો, કર્મચારીઓ, શેરધારકો અને નિયમનકારી સંસ્થાઓનો તેમના વિશ્વાસ અને સતત મળેલા સહયોગ બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું. આ ખાસ દિવસે અમે અમારા ગ્રાહકો પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો છે અને ઉજવણીના ભાગરૂપે 25 નવીન સોલ્યુશન્સ લોન્ચ કર્યા છે. આ નવી ઓફરિંગ્સ અમને અમારા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરવામાં મદદ કરશે અને ઇન્શ્યોરન્સને વધુ વ્યક્તિગત, અર્થપૂર્ણ અને ભવિષ્ય માટે વધુ સજ્જ બનાવશે.”

25 નવીન સોલ્યુશન્સની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:

નેક્સ્ટ જનરેશન પ્રોડક્ટ્સ
Elevate Her: મહિલાઓના જીવનના વિવિધ તબક્કાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી મોડ્યુલર વિમેન કેર પ્રોડક્ટ, જેમાં ઓપીડી, વેલનેસ, માતૃત્વ સંભાળ, પ્રિવેન્ટિવ કેર તેમજ મહિલાઓમાં થતા કેન્સર સંબંધિત આર્થિક સુરક્ષાને એક જ સોલ્યુશનમાં સામેલ કરવામાં આવી છે. સમગ્ર ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં પ્રથમ વખત મહિલાઓના જીવનના વિવિધ તબક્કાઓ માટે ચાર અલગ-અલગ કસ્ટમાઇઝ્ડ પ્લાન રજૂ કરવામાં આવ્યા છે, જેથી તેમની બદલાતી જરૂરિયાતો મુજબ સરળતાથી એક પ્લાનમાંથી બીજા પ્લાનમાં સ્થાનાંતર કરી શકાય.

Paw Care: ગ્રાહકોના પાળતુ પ્રાણીઓ માટે તૈયાર કરાયેલો વ્યાપક પેટ ઇન્શ્યોરન્સ પ્લાન, જેમાં પશુચિકિત્સા ખર્ચ, ઇમરજન્સી સારવાર, બીમારીઓ, અકસ્માતો, સર્જરી તેમજ નિયમિત સંભાળનો સમાવેશ થાય છે. આ પ્લાનમાં લાંબા ગાળાનું કવરેજ અને રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેગ આધારિત ડિસ્કાઉન્ટ જેવી ઉદ્યોગમાં અગ્રણી સુવિધાઓ આપવામાં આવી છે.

Complete Home Protect: ઘરમાલિકો માટે તૈયાર કરાયેલું સંપૂર્ણ અને મોડ્યુલર લાઇફસ્ટાઇલ પ્રોટેક્શન સોલ્યુશન, જે પ્રથમ ઘરથી લઈને પ્રીમિયમ લક્ઝરી રહેણાંક મિલકતો સુધી માટે યોગ્ય છે. આ પ્રોડક્ટ ઘરની અંદરની સજાવટ, દાગીના, કલા કૃતિઓ, કિંમતી સંગ્રહ અને ફર્નિશિંગ્સને સુરક્ષા આપે છે. ઉપરાંત, પ્રથમ વખત અનેક કેશલેસ હોમ આસિસ્ટન્સ સર્વિસીસ અને 30 વર્ષ સુધીની પોલિસી અવધિનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. લાંબા ગાળાની પોલિસી માટે દર વર્ષે નિશ્ચિત મૂડી મૂલ્યમાં વધારો તેમજ ઘર રહેવા યોગ્ય ન રહે ત્યારે વધારાના રહેવાના ખર્ચનું પણ કવરેજ આપવામાં આવે છે, જે ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.

સેવાનો અનુભવ વધુ શ્રેષ્ઠ બનાવતા સોલ્યુશન્સ
Digital Branch @ Siddhivinayak (ઉદ્યોગમાં પ્રથમ): મેટ્રો ટ્રાન્ઝિટ પરિસરમાં ભારતની પ્રથમ ડિજિટલ ઇન્શ્યોરન્સ શાખા, જ્યાં ગ્રાહકો હેલ્થ, મોટર અને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે સેલ્ફ-સર્વિસ તેમજ સહાયતા સાથેની બંને પ્રકારની સેવા મેળવી શકે છે. અહીંથી પોલિસી ખરીદી, રિન્યુઅલ, ક્લેઇમ નોંધણી અને તેની સ્થિતિની માહિતી, ઓનલાઇન કેવાયસી, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા તેમજ અન્ય ડિજિટલ સેવાઓનો લાભ મેળવી શકાય છે. આ શાખા આજના ગ્રાહકોની ઝડપી, સરળ અને ગમે ત્યાંથી ઉપલબ્ધ સેવાઓની અપેક્ષાને અનુરૂપ છે.

  • Motor Service Assure (ઉદ્યોગમાં પ્રથમ): સમયબદ્ધ રોડસાઇડ આસિસ્ટન્સ સર્વિસ, જેમાં વાહન બંધ પડી જાય અથવા અકસ્માત થાય ત્યારે બેટરી ચાર્જિંગ, વાહન ટો કરવાની સેવા અને સ્થળ પર જ નાની-મોટી મરામત જેવી સુવિધાઓ આપવામાં આવે છે. ભારતના 15 શહેરોમાં 24×7 ઉપલબ્ધ આ સેવા 30 મિનિટમાં સહાય પહોંચાડવાની પ્રતિબદ્ધતા આપે છે. આ સેવા મુશ્કેલીના સમયે ગ્રાહકોને વિશ્વસનીય અને સમયસર સહાય પૂરી પાડીને તેમના અનુભવને વધુ સારો બનાવે છે અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની શ્રેષ્ઠ સેવા આપવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

Motor Sahayak: ખાનગી કારના ગ્રાહકો માટેની પ્રીમિયમ સેવા, જે વાહન સંબંધિત ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડે છે. તેમાં ઇમરજન્સી સહાય, કાનૂની અને પ્રક્રિયાત્મક માર્ગદર્શન, બચાવ સંબંધિત ખર્ચની ભરપાઈ તેમજ વાહનના દસ્તાવેજો સંબંધિત સહાયનો સમાવેશ થાય છે, જેથી ગ્રાહકોને સંપૂર્ણ માનસિક શાંતિ મળે Specialised Service Desk: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે હવે તેની યુનિફાઇડ સર્વિસ ઓફરિંગને વધુ વ્યક્તિગત બનાવી છે. તેના ભાગરૂપે સિનિયર સિટીઝન્સ અને અન્ય પ્રાથમિકતા ધરાવતા ગ્રાહકો માટે સ્પેશિયલાઇઝ્ડ સર્વિસ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં તેમને પ્રાથમિકતા આધારે ઝડપી અને વ્યક્તિગત સહાય આપવામાં આવશે, જેથી વધુ સરળ અને ઝડપી સેવા અનુભવ મળી શકે.એઆઈ આધારિત નવીન સોલ્યુશન્સ
Voice AI (ઉદ્યોગમાં પ્રથમ): Voice AI આધારિત ગ્રાહક સેવા પ્લેટફોર્મ એક અદ્યતન કન્વર્ઝેશનલ સોલ્યુશન છે, જે પોલિસી સંબંધિત માહિતી, ફેરફાર, સંપૂર્ણ પોલિસી ખરીદી અને ચુકવણી સહિત સમગ્ર ઇન્શ્યોરન્સ પ્રક્રિયામાં માનવી જેવી કુદરતી અવાજ આધારિત વાતચીત દ્વારા ગ્રાહકોને મદદ કરે છે. આ સેવા હિન્દી અને અંગ્રેજી ભાષામાં 24×7 ઉપલબ્ધ છે અને ગ્રાહકો પોતાની અનુકૂળતા મુજબ કોઈપણ સમયે કોલબેકની વિનંતી પણ કરી શકે છે.

આ Voice Botને સેલ્સ એજન્ટ તરીકે પણ તાલીમ આપવામાં આવી છે, જેથી તે ગ્રાહક સાથેની ફોન પરની વાતચીત દરમિયાન જ પ્રપોઝલથી લઈને ચુકવણી સુધીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે અત્યાર સુધીમાં આ એજન્ટ દ્વારા 10 લાખથી વધુ કોલ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે અને આ સંખ્યા સતત વધી રહી છે.Personalised Travel Planner (ઉદ્યોગમાં પ્રથમ): IL TakeCare એપમાં ઉપલબ્ધ એઆઈ આધારિત કન્વર્ઝેશનલ ટ્રાવેલ ઇટિનરરી પ્લાનર. યુઝર માત્ર પોતાનું ડેસ્ટિનેશન, મુસાફરીની તારીખો, બજેટ અને વ્યક્તિગત પસંદગીઓની માહિતી આપે એટલે આ સિસ્ટમ તરત જ દિવસવાર મુસાફરીનું આયોજન તૈયાર કરી આપે છે. આ આયોજનને રિયલ-ટાઇમમાં બદલવાની પણ સુવિધા છે અને તેમાં ઇન્શ્યોરન્સ ઓફર પણ સામેલ હોય છે. મુસાફરો પોતાનું વિવિધ દિવસનું આયોજન જોઈ શકે છે, માર્ગનો નકશો જોઈ શકે છે તેમજ સમયસર જરૂરી સૂચનાઓ પણ મેળવી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે મુસાફરીનું આયોજન કરતી વખતે જ ગ્રાહક પોતાનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પણ સરળતાથી મેળવી શકે છે.Smart Health Underwriting (ઉદ્યોગમાં પ્રથમ): હેલ્થ ઇન્શ્યોરન્સ માટે એઆઈ આધારિત અન્ડરરાઇટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે, જે ગ્રાહકોને ગમે ત્યારે અને ગમે ત્યાં ઝડપી, સરળ અને સંપૂર્ણ ડિજિટલ અનુભવ પ્રદાન કરે છે. તેમાં ગ્રાહકને પોતે જ પૂર્ણ કરી શકે તેવી ડિજિટલ પ્રક્રિયા ઉપલબ્ધ છે, જેમાં વ્યક્તિગત પ્રશ્નોના જવાબોના આધારે એઆઈ રિયલ-ટાઇમમાં મૂલ્યાંકન કરીને અન્ડરરાઇટિંગ માર્ગદર્શિકા મુજબ નિર્ણય લે છે.આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ હવે તેની આગામી સફરની શરૂઆત કરી રહી છે. આ તમામ નવીન સોલ્યુશન્સ ગ્રાહકો જ્યાં પણ હોય ત્યાં તેમની સાથે રહેવાના અને તેમના માટે સૌથી કિંમતી દરેક બાબતને સુરક્ષિત રાખવાના છેલ્લા 25 વર્ષથી કંપનીએ જાળવી રાખેલા એક અડગ વચનને વધુ મજબૂત બનાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button