ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર ચોથા હાર્મોનિ ઇન્ટરનેશનલ કલ્ચર ફેસ્ટિવલ માં મનોદિવ્યાંગજનો ભારતના નૃત્યો પ્રસ્તુત કર્યા

ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર ચોથા હાર્મોનિ ઇન્ટરનેશનલ કલ્ચર ફેસ્ટિવલ માં મનોદિવ્યાંગજનો ભારતના નૃત્યો પ્રસ્તુત કર્યા

તા.23 થી26ઓક્ટોબર દરમિયાન ઈન્ડોનેશિયા નાં જાકાર્તા ખાતે યોજાયેલ ડાન્સ ફેસ્ટિવલ માં રંગસાગર પર્ફોર્મિંગ આર્ટસ ,નરેશ પટેલ ના નેજા હેઠળ 3૧ કલાકારો ની ભારત ની ટીમે ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ ડાન્સ પરફોર્મન્સ આપેલ.
જેમાં ભારત, પોલેન્ડ,શ્રીલંકા, તુર્કી,રશિયા,ફિલિપાઇન્સ,મલેશિયા,ઈન્ડોનેશિયા,મેક્સિકો,ટર્કી, થાઈલેન્ડ અમેરિકા,,બાગ્લાદેશ એવા 13 દેશો થી નોર્મલ આર્ટીસ્ટ ની ટીમો પરફોર્મન્સ માટે આવેલ,જ્યારે ભારતીય ટીમ માં 14 સ્પેશિયલ ચિલ્ડ્રન ભાગ લેવા ગયેલ. રંગસાગર દ્રારા દર વર્ષે મનોદિવ્યાગજનો ની ટીમ વિદેશ માં ભારત નું પ્રતિનિધિત્વ કરવા લઈ જવામાં આવે છે.આ પાંચમી ટુર છે.
અમદાવાદ શહેર ની નવજીવન સ્કુલ ફોર ઇન્ટેલેકટચયુઅલ ડિસેબલ્ડ નાં11 મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ, ખેડા થી બે અને ભાવનગર થી એક મનોદિવ્યાંગ વિદ્યાર્થી પણ જોડાયેલ છે.
ટીમ ની સાથે કોરિયોગ્રાફર અને મેનેજર તરીકે તપન વ્યાસ અને ટીમ લીડર તરીકે નવજીવન નાં સંચાલક નિલેશ પંચાલ પણ સામેલ થયેલ.આ ફેસ્ટિવલ માં બે પરફોર્મન્સ 3 વખત કરવા માં આવેલ..મનોદિવ્યાંગ લાભાર્થીઓ એ ગણેશ વંદના તથા એમના વાલીઓ એ રણછોડ રંગીલા પર ગરબા પ્રસ્તુત કરેલ અને આ ટીમે યોજાયેલ પરેડ માં ભારત નું પ્રતિનિધિત્વ કરેલ.
 
				 
					


