ગુજરાત
ટ્રાફીક પોઈન્ટ પર મંડપનો છાંયડો
- ટ્રાફીક પોઈન્ટ પર મંડપનો છાંયડો
- રેડ સિગ્નલ વખતે ધોમધખતા તાપમાં શેકાતા લોકોની વ્હારે આવેલી સુરત પોલીસ
સુરતમાં તાપમાનનો પારો ૪૨ ડીગ્રીએ પહોંચી જતાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. આકાશમાંથી અગનવર્ષા થતાં રાહદારીઓ તથા ટુ-વ્હીલર વાહનચાલકોએ ધોમધખતા તાપમાં ટ્રાફીક સિગ્નલ પર ટુ વ્હીલર વાહન ચાલકોએ ઉભા રહેવું દુષ્કર બની જતા સુરત શહેર ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફીક સિગ્નલ પાસે ઠેર-ઠેર હંગામી ધોરણે મંડપ કરવામાં આવ્યાં છે. દ્વિચક્રી વાહનચાલકો રેડ સિગ્નલ દરમિયાન સામિયાણાના છાંયડામાં થોડી- ઘણી રાહત અનુભવી શકે છે. સુરત પોલીસનાં આ પગલાંથી વાહનચાલકો પણ ખુશ થઈ ગયા છે.