કૃષિ
Pradhan Mantri Awas Yojana: વિકસિત ભારત સંકલ્પ યાત્રા- માંડવી
સુરત:ગુરૂવાર:- સુરત જિલ્લાના માંડવી તાલુકાના દેવગઢ ગામના વતની અનિલભાઈ કોટવાળીયા પીએમ આવાસ યોજનામાં રૂ.૧.૨૦ લાખની સહાય થકી પાકા મકાનના માલિક બન્યા છે. લાભાર્થી અનિલભાઈ જણાવે છે કે, હું મારા પરિવાર સાથે પહેલા કાચા ઘરમાં રહેતો હતો. આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી મળતા ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. આવાસ યોજના અંતર્ગત મને રૂ.૧.૨૦ લાખની સહાય પ્રાપ્ત થઇ છે. જેમાં પહેલા હપ્તામાં ૩૦ હજાર, બીજામાં ૫૦ હજાર અને ત્રીજા હપ્તામાં ૪૦ હજાર મળ્યા છે. પરિવારને પાકા ઘરમાં ખૂબ સુખસુવિધાઓ મળી છે. આવાસ માટે સરકારી સહાય ન મળી હોત તો પાકા મકાનમાં વસવાનું અમારૂં સપનુ ક્યારેય પૂર્ણ ન થાત. જેથી સરકારનો આભાર માનુ એટલો ઓછો છે.