શિક્ષા
જે એચ સરદાર પ્રાયમરી સ્કૂલમાં પ્રોજેક્ટ એક્ઝિબીશન યોજાયો

જે એચ સરદાર પ્રાયમરી સ્કૂલમાં પ્રોજેક્ટ એક્ઝિબીશન યોજાયો
વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના પ્રોજેક્ટો તૈયાર કરી પોતાની પ્રતિભા દર્શાવી
અડાજણ વિસ્તારમાં આવેલ જે.એચ.સરદાર પ્રાયમરી સ્કૂલમાં એક્ઝિબીશન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ એકિજીબીશન માં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના પ્રોજેક્ટો તૈયાર કર્યા હતા. જેમ કે, મંગળગ્રહ, ભારતના ઈકોનોમી ઈતિહાસ, ભારતીય શેયર માક્રેટ વગેરે પ્રકારના પ્રોજેક્ટો તૈયાર કરી શિક્ષક મિત્ર તથા વાલી મિત્રોને પ્રોજેક્ટ વિશે જાણકારી આપી હતી. આ પ્રોજેક્ટ એક્ઝિબીશનમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. પ્રોજેક્ટ એક્ઝિબીશનને નિહાળવા વાલીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.