રાહુલે પ્રફૂલ પટેલને સંઘપ્રદેશના રાજા ગણાવી કહ્યું, ‘કોંગ્રેસ આવશે તો બે મિનિટમાં હટાવીશું’

રાહુલે પ્રફૂલ પટેલને સંઘપ્રદેશના રાજા ગણાવી કહ્યું, ‘કોંગ્રેસ આવશે તો બે મિનિટમાં હટાવીશું’
રાહુલ ગાંધી આજે સંઘપ્રદેશ દમણમાં જાહેરસભાને સંબોધિત કરી હતી. દમણની સભામાં રાહુલ ગાંધીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફૂલ, ભાજપ અને RSS પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ પ્રફૂલ પટેલને એડમિનિસ્ટ્રેટર નહીં પણ રાજા ગણાવ્યા હતા. સાથે કહ્યું હતું કે દિલ્હીમાં અમારી સરકાર આવશે એટલે તેને બે મિનિટમાં જ અહીંથી આઉટ કરી દેવાશે. સભામાં ઉપસ્થિત લોકોને કહ્યું મોદીજીએ તમારો મૂડ ખરાબ કરી રાખ્યો છે તે હું ઠીક કરવા માટે આવ્યો છું.
સંઘપ્રદેશ દમણમાં જાહેરસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હિન્દુસ્તાનમાં અલગ અલગ ભાષા, ઇતિહાસ છે. આજે હિન્દુસ્તાનમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ છે. બીજેપી એક દેશ, એક ભાષા, એક લીડરમાં માને છે. પ્રફુલ્લ પટેલ રાજાની જેમ બેસાડ્યા છે. પહેલા આ કિલ્લામાં રાજા બેસતા હતા, હવે પ્રફુલ્લ પટેલ એડમિનિસ્ટ્રેશન નહિ પરંતુ રાજા છે. રાજાને દિલ્હીથી બેસાડ્યો છે. જે કરવું હોય એની છૂટ છે. પ્રફુલ્લ પટેલ જે મનમાં આવે એ કરે છે. આ આખા દેશમાં ચાલી રહ્યું છે.
મોદીજીએ તમારો મૂડ ખરાબ કરી રાખ્યો છે, હું ઠીક કરવા આવ્યો છું : પ્રફૂલ પટેલ પ્રશાસક નહીં પણ રાજા છે એ રાજાને દિલ્હીથી બેસાડ્યા છે, આ આખા દેશમાં ચાલી રહ્યું છે ઃ દમણમાં રાહુલનો ચૂંટણી
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે સંવિધાનની રક્ષા કરીએ છીએ.