વ્યાપાર

રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડે બીએસઇ એસએમઇ પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી મેળવી, રૂ. 150-160 કરોડ એકત્ર કરવાની યોજના

સૂરત: પાવર સેક્ટર માટે અગ્રણી સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીના એક રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડે જાહેર કર્યું છે કે તેના આઇપીઓ માટે બીએસઇ એસએમઇ એક્સચેન્જ તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. કંપનીએ ઓગસ્ટ 2024માં બીએસઇ એસએમઇ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું હતું. કંપની નવી માહિતી સાથે અપડેટેડ આરએચપી ફાઇલ કરવાની પ્રક્રિયામાં છે અને ટૂંક સમયમાં પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવાની આશા રાખે છે.

અમદાવાદમાં મુખ્યાલય ધરાવતી કંપની ઓફરમાંથી આશરે રૂ. 150-160 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે, જેમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 27,90,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 20,00,000 ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ સામેલ છે. આઇએસકે એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર અને બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે.

આરપીએસએલ ઇપીસી (એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન) કોન્ટ્રાક્ટના બિઝનેસમાં કાર્યરત છે તથા પાવર ટ્રાન્સમીશન અને ડિસ્ટ્રિબ્યુશન યુટિલિટી, પીએસયુ, ખાનગી કંપનીઓને સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપનીની વૈવિધ્યસભર સેવાઓમાં EHV/HV/LV અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક્સ, ઇએચવી સબસ્ટેશન તથા ઓએન્ડએમ પ્રવૃત્તિઓ વગેરે સામેલ છે.

ડીઆરએચપી મૂજબ આરપીએસએલ આઇપીઓમાંથી પ્રાપ્ત ભંડોળના રૂ. 25.10 કરોડનો ઉપયોગ કેબલ આઇડેન્ટિફિકેશન, ટેસ્ટિંગ અને ફોલ્ટ લોકેશન ઉપકરણો (રૂ. 17.94 કરોડ), 1300 કેવીની ક્ષમતા સાથે ડીસી સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા (રૂ. 4.16 કરોડ) તથા ગ્રીન હાઇડ્રોજન અને સહયોગી ઉપકરણો જેમકે ઇલેક્ટ્રોલાઇઝર્સ ઇન-હાઉસ (રૂ. 3 કરોડ)ના ઉત્પાદન માટે ટેક્નિકલ કુશળતા વિકસિત કરવા માટેની દરખાસ્ત ધરાવે છે. કંપની રૂ. 30 કરોડ કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે તથા બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે.

આરપીએસએલ પાવર સબસ્ટેશન અને કેબલ સિસ્ટમના ડિઝાઇનિંગ સંબંધિત કન્સલ્ટન્સી સેવાઓ પણ પૂરી પાડે છે. કંપની પાસે રૂ. 2358.17 કરોડની મજબૂત ઓર્ડર બુક છે, જેમાં ટર્નકી-આધારિત કોન્ટ્રાક્ટ્સ, ડિઝાઇન એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ અને સબસ્ટેશન બાંધકામ સંબંધિત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. કંપની અગ્રણી સરકારી અને પ્રતિષ્ઠિત ખાનગી ગ્રાહકો સાથે વિવિધ રાજ્ય ટ્રાન્સમિશન અને વિતરણ ઉપયોગિતાઓ સાથે માન્યતા પ્રાપ્ત કોન્ટ્રાક્ટર છે.

કંપનીએ નાણાકીય વર્ષ 2024માં રૂ. 26.02 કરોડના પીએટી સાથે કામગીરીમાંથી રૂ. 284.96 કરોડની આવકો નોંધાવી છે.

For more information, please visit: www.rajeshpower.com   

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button