હવે સુરતમાં થૂંકવા પર દંડાશો
હવે સુરતમાં થૂંકવા પર દંડાશો
એક બાજુ સ્વચ્છતામાં સુરતનો નંબર આવ્યો છે. ત્યારે તેને જાળવી રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા તહેવાર ટાણે બ્રિજ-રસ્તા, સર્કલો પર કરોડોના ખર્ચે રંગરોગાનની કામગીરી તમામ ઠેકાણે કરાઈ હતી. હવે આ જગ્યાઓ સ્વચ્છ અને સુઘડ રહે તે માટે પાલિકા દ્વારા આકરું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જાહેરમાં થૂંકનાર કે કચરો નાખનાર સામે આકરી કાર્યવાહી કરવા માટે હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
હવે થૂંકબાજાની ખેર નથી. થૂંકબાજા હવે થોભી જજા. કારણ કે તમારી આ હરકતને કેમેરામાં કેદ કરીને દંડ વસૂલ કરવા તમારા ઘરે પહોંચી જશે કોર્પોરેશન. સુરત મહાનગરપાલિકાએ આ ઉમદા પહેલ શરૂ કરી છે. સ્વચ્છતા જાળવવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નવી પહેલ કરી છે. હવે પાનમાં માવો કે ગુટખા ખાઈને થુકવું મોંઘું પડી શકે છે. જાહેરમાં થૂંકીને ન્યૂશન્સ કરનારાઓ સામે કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર સેન્ટરના સીસી ટીવીના મોનિટરિંથી ૪૫૦૦ કેમેરા થકી થૂંકબાજાને ઝડપવામાં આવી રહ્યા છે. સીસી ટીવી થકી આવા ૫૨૦૦ લોકો ઝડપાયા છે, જેમને ૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ૧ એપ્રિલથી થૂંકબાજા સામે કાર્યવાહી કરવા કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં વિશેષ ટીમ મુકાઈ હતી. એસઆઈ સહિતની આ ટીમ સરકારી મિલકતોને ગંદી કરનારા લોકોને સીસીટીવી થકી ઝડપી રહી છે. આવા લોકોને તેમના વાહનના નંબર આધારે આરટીઓમાંથી સરનામું મેળવીને ઘરેથી પણ દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. ‘સ્વચ્છ સુંદર સુરત’ જે સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે શહેરની છબિ બગાડનારા આવા તત્વો સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે.