સ્પોર્ટ્સ

યુઇએફએ ચેમ્પિયન્સ લીગ ફાઇનલમાં: રિયલ મેડ્રિડે રેકોર્ડ 15મી વખત યુઇએફએ ચેમ્પિયન્સ લીગ જીતી

યુઇએફએ ચેમ્પિયન્સ લીગ ફાઇનલમાં: રિયલ મેડ્રિડે રેકોર્ડ 15મી વખત યુઇએફએ ચેમ્પિયન્સ લીગ જીતી

વિશ્વની સૌથી મોટી ફૂટબોલ લીગ ચેમ્પિયન્સ લીગની 32મી સીઝનનો વિજેતા મળ્યો. રિયલ મેડ્રિડ રેકોર્ડ 15મી વખત ફાઇનલમાં જીત્યું. ટાઇટલ મેચમાં સ્પેનિશ ક્લબે જર્મન ક્લબ ડોર્ટમંડને 2-0થી હરાવ્યું હતું. શનિવારે મોડી રાત્રે લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં રિયલ મેડ્રિડ માટે વિનિસિયસ જુનિયરે 84મી મિનિટે અને ડેની કાર્વાજલે 73મી મિનિટે ગોલ કર્યો હતો. UEFA ચેમ્પિયન્સ લીગમાં દર સીઝનમાં 32 ટીમો ભાગ લે છે, જેને આઠ જૂથોમાં વહેંચવામાં આવી છે. ડોર્ટમંડ તેની ત્રીજી ફાઈનલ રમી રહ્યું હતું, જે અગાઉ 1996-97 સીઝનમાં ચેમ્પિયન બન્યું હતું. ટીમ 2012-13માં ફાઇનલમાં પહોંચી હતી અને આ સિઝનમાં પ્રથમ હાફમાં ડોર્ટમન્ડનો દબદબો હતો. એવું લાગતું હતું કે જાણે કોઈ અપસેટ થવાનો છે. ડોર્ટમંડે સતત ગોલ કરવાની તકો બનાવી, જેને તેઓ ગોલમાં રૂપાંતરિત કરી શક્યા નહીં. રિયલ મેડ્રિડ ફાઈનલના પ્રથમ હાફમાં જે સૌથી ખરાબ રમ્યું તે આ સિઝનમાં તેમનું સૌથી શરમજનક પ્રદર્શન હતું. ફર્સ્ટ હાફમાં માત્ર બે શોટ જ ટાર્ગેટ પર લાગ્યા હતા. ડોર્ટમંડે ગોલ પર આઠ શોટ લીધા, જેમાંથી બે ગોલ તરફ ગયા અને બચાવી લેવામાં આવ્યા, બીજા હાફમાં, રિયલ મેડ્રિડે આક્રમક વલણ અપનાવ્યું અને સતત આક્રમક તકો ઊભી કરી. પહેલો ગોલ 57મી મિનિટે રિયલ મેડ્રિડના ડિફેન્ડર ડેની કાર્વાજલના હેડરથી થયો હતો. નવ મિનિટ બાદ વિનિસિયસ જુનિયરે ગોલ કર્યો. વિનિસિયસ જુનિયરે બોક્સની ડાબી બાજુથી બોલ લીધો અને ગોલકીપર કોબેલને હરાવી ટીમને 2-0ની સરસાઈ અપાવી. 90 મિનિટ પછી, 5 મિનિટનો ઇન્જરી ટાઇમ આપવામાં આવ્યો હતો, પરંતુ ડોર્ટમંડના ખેલાડીઓ આ તકનો લાભ ઉઠાવી શક્યા ન હતા. આ રીતે રિયલ મેડ્રિડે 2-0થી જીત મેળવી અને રેકોર્ડ 15મી વખત યુઇએફએ ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button