Uncategorized

સ્મીમેર હોસ્પિટલમાં ડાયરી વગર જ લાલ કેસ ઉપર પ્રિસ્કિપ્સન અને દવા આપવાનો કૌભાંડ

સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં નિયમ વિરુદ્ધ ડાયરી વગર જ લાલ કેસ ઉપર પ્રિસ્કિપ્સન અને તેના ઉપર દવા આપવાનો કૌભાંડ બાહર આવ્યો છે. એટલું જ નહીં બાહરથી એક શંકાસ્પદ યુવક ડાયરી વગર બે -બે લાલ કેસ પર લઈને આવતા સિનિયર આરમીઓએ તેને ઝડપી પાડયા હતા.આ ઘટનાને પગલે સમગ્ર હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો અને ડાયરી વગર આપેલા પ્રિસ્ક્રિપ્સન વિના દવા આપવાના આ કૌભાંડને લઈને તરેહ તરેહની ચર્ચાઓ થવાની સાથે આ કૌભાંડમાં હોસ્પિટલના જ કેટલાક કર્મચારીઓની

કથિત મીલીભગત હોવાની વાતો પણ વહેતી થઈ હતી. સ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સિનિયર આરએમઓ ડો.જયેશ પટેલ ગઈ કાલે સવારે રાઉન્ડ ઉપર હતા ત્યારે તેમણે

 

શંકાસ્પદ હાલતમા એક યુવકને પકડી પાડયા હતા. યુવક પાસેથી એક જ એટલે કે મેડિસિન વિભાગની ઓપીડીના બે લાલ કેસ પેપર મળી આવ્યા હતા. આરએમઓ દ્વારા આ અંગે ચકાસણી કરવામાં આવતા પકડાયેલ યુવક ખોટી રીતે લાલ કેસ પેપર

 

લઈને આવેલો હોવાનું ખુલ્યું હતું.કેમ કે તેની સાથે કોઈ દર્દી નહીં હતું અને ડાયરી પણ નહીં હતી. ડાયરી વગર પ્રિસ્ક્રિપ્સન નહીં લખાવમાં આવે છે. તેમ છતાં તેને ૧૧૨ નંબરની બારી ઉપરથી

 

પ્રિસ્કિપ્સન લખી આપવામાં આવ્યું હતું. વધુમાં સિનિયર આરએમઓએ જણાવ્યું હતું કે નિયમ મુજબ લાલ કેસ પેપર સાથે દર્દી અને ડાયરી હોવું અનિવાર્ય છે. દર્દીને જોયા બાદ જ ડાયરી જોઈને બારી પરથી લાલ કેસ ઉપર પ્રિસ્કિપ્સન લખી આપવામાં આવે છે.કેમ

 

કે ડાયરીની અંદર દવા અને હિસાબની એન્ટ્રી કરવામાં આવે છે. જોકે આ ખોટું જણાઈ આવતા યુવક પાસેથી બને કેસ પેપર કબ્જે કરી લેવામાં આવ્યા હતા. અને તેને જવા દેવામાં આવ્યા હતા.બીજી આ મામલે

 

સિનિયર આરએમઓ જાતે જ બે -બે કેસ પેપર સાથે શંકાસ્પદ યુવકને ઝડપી | પાડ્યો : પ્રિસ્ક્રિપ્સન બારીના કર્મચારી વિરુદ્ધ પગલા લેવામાં આવ્યા

 

સૂત્રોએ જણાવ્યું હતું કે લાલ કેસ પેપર સાથે પકડાયેલ યુવક ઘણા સમયથી ભડતાંજ અને કોઈના પણ નામના કેસ પેપરો લઈને આવે છે અને ડાયરી વગર જ પ્રિસ્કીપશન બારી પરથી દવા લખાવીને જાય છે. આ અંગે યોગ્ય અને ઉંડાણપૂવર્ક તપાસ થાય તો

 

જરૂરથી કૌભાંડ બાહર આવશે.

 

ડાયરી વગર પ્રિસ્ક્રિપ્સન લખી આપનાર કર્મચારીને હટાવી દેવામાં આવ્યો છે.

 

સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.જીતેન્દ્ર દર્શનએ જણાવ્યું હતું કે ૧૧૨ નંબરની બારી ઉપર ફરજ બજાવતા અને લાલ કેસ પર પ્રિસ્કિપ્સન લખી આપનાર મનોજ પાટીલ નામના કર્મચારીને તાતકાલિક ધોરણે બારી પરથી હટાવી દેવામાં આવ્યો છે. તેનો અન્ય જગ્યા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. સાથે જ ડાયરી વગર કોઈને પણ પ્રિસ્ક્રિપ્સન નહીં લખવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button