સ્પોર્ટ્સ
ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં સુરતના ખેલાડીઓ ઝળક્યા

Surat News: દરમિયાન યુગપુરુષ સ્વામી વિવેકાનંદ ઇન્ડોર સ્ટેડિયમ આણંદ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ 2.0 સ્ટેટ કરાટે સ્પર્ધામાં સુરતના ખેલાડીઓએ ઊજાગર પ્રદર્શન કર્યું.
આ આયોજન ગુજરાત સરકારની સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા કરાયું હતું અને કરાટે ડો ફેડરેશન ગુજરાત તથા તેના પ્રમુખ કલ્પેશભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ સંચાલિત થયું.
સુરતના ખેલાડીઓના પ્રદર્શનની મૂલ્યવાન સિદ્ધિ:
- 14 ગોલ્ડ મેડલ
- 15 સિલ્વર મેડલ
- 17 બ્રોન્ઝ મેડલ
આ સિદ્ધિથી સમગ્ર ગુજરાતમાં સુરતનું નામ રોશન થયું છે. આ સફળતા બદલ, સુરત કરાટેના પ્રમુખ જીતેન્દ્રભાઈ સુરતી, જનરલ સેક્રેટરી જયેશભાઈ ડાલીયા અને ખજાનચી અમલેશભાઈ બાવરીયાએ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી છે.