ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુંબઇ ખાતે SGCCI આર્ટ એકઝીબીશન યોજાશે
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુંબઇ ખાતે SGCCI આર્ટ એકઝીબીશન યોજાશે
*સુરત.* ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૧૧થી ૧૭ જૂન, ર૦ર૪ના રોજ સવારે ૧૧:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યા દરમ્યાન નહેરુ સેન્ટર આર્ટ ગેલેરી – ડિસ્કવરી ઓફ ઇન્ડિયા બિલ્ડિંગ, ડો. એનીબેસન્ટ રોડ, વરલી, મુંબઇ ખાતે SGCCI આર્ટ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, SGCCI આર્ટ એકઝીબીશનમાં સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, દમણ અને મુંબઇના કુલ ૪૩ કલાકારો ભાગ લેશે. આ કલાકારો દ્વારા બનાવવામાં આવેલી ઓઇલ પેઇન્ટીંગ, એક્રેલીક પેઇન્ટીંગ, સ્કલ્પચર્સ, ફોટોગ્રાફી અને પેન્સીલ ડ્રોઇંગ વિગેરે જુદી–જુદી કેટેગરીના આર્ટનું આ એકઝીબીશનમાં પ્રદર્શન કરવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રથમ વખત મુંબઇ ખાતે આ પ્રકારના એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ તેમજ પ્રેસિડેન્ટ ઇલેકટ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, મુંબઇ ખાતે એકઝીબીશન આયોજિત કરવાના બે દિવસ પહેલા તા. ૯ જૂન ર૦ર૪ના રોજ સુરતમાં અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે ‘આર્ટ પ્રિવ્યુ’ રાખવામાં આવશે. જેમાં મુંબઇ ખાતે આયોજિત એકઝીબીશનમાં પસંદગી પામેલા ૪૩ જેટલા કલાકારોના આર્ટ પેઇન્ટીંગનું એક દિવસ માટે પ્રદર્શન કરવામાં આવશે. આ એકઝીબીશનમાં શ્રી ચરણજીત સિંગ કયુરેટર તરીકેની ભૂમિકા ભજવી રહયા છે.
ચેમ્બરના માનદ્ મંત્રી તેમજ વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ‘આર્ટ પ્રિવ્યુ’માં કલાકારો દ્વારા બનાવવામાં આવેલી વિવિધ પ્રકારની પેઇન્ટીંગ ઉપલબ્ધ રહેશે. શહેરીજનોને આ એકઝીબીશનની મુલાકાત લેવા માટે અને પેઇન્ટીંગની ખરીદી કરવા માટેનું નિમંત્રણ પાઠવવામાં આવે છે.
SGCCI આર્ટ એકઝીબીશનમાં ભાગ લેનારા કલાકારોમાં અલ્પા શાહ, અમી ભંડારા, અમિષા ચોકસી, અંજલી તલસરા, અંકિતા પટેલ, અવનિ દેસાઇ, ભાવેશ જોશી, ભાવિની ગોલવાલા, ભાવના જોશી, દર્શન બારૈયા, ધારા કાપડિયા, હર્ષિતા સોમાણી, હની અગ્રવાલ, ઇશાની શાહ, ઇશિકા ગુપ્તા, જસલ ખાંડવાળા, કે.આર.જે. લક્ષ્મી, કંચન અડવાણી, કેશવી પટેલ, કેતકી જરીવાલા, ખ્યાતિ સિંગાપુરી, ક્રિષ્ણા જરીવાલા, મંજરી મહેતા, મિકી ચોકસી, મુસ્કાન બંસલ, નમિતા અરોરા, પાયલ મલ્હોત્રા, પરાગ પાઠક, પટેલ ભાવેશ, પ્રાચી જરીવાલા, પ્રેરણા શર્મા, પ્રિયંકા અગ્રવાલ, પ્રિયંકા રામાણી, પૂર્વી વસઇવાલા, રાખી શાહ, સાયેમા શેખ, શિતલ ગાંધી, શ્વેતા સંધ્યા, સ્નેહા દલાલ, સોની જગદેવ, સુમિત્રા દરગાર, વૈભવ સુતરિયા અને વિનસ સંઘવીનો સમાવેશ થાય છે.