શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરતમાં શરદોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરતમાં શરદોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરત મુકામે ‘શરદોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદથી પૂજનીય સંતો : શ્રી સર્વગુણાલયદાસજી સ્વામી, શ્રી અનંતાનંદદાસજી સ્વામી, શ્રી ઉત્તમશરણદાસજી સ્વામી, શ્રી શ્રીજીશરણદાસજી સ્વામી અને શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કૉટિશ બેન્ડના વીસ યુવાનોએ ઉપસ્થિત રહીને કીર્તન – સંગીતની સૂરાવલી રજૂ કરી હતી.
આ અવસરે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાવિક ભક્તો અને નગરજનોએ ભક્તિભાવથી રાસનો આનંદ માણ્યો હતો. રાસને અંતે સૌને દૂધપૌઆ અને બટેટાવડાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.
આ ભવ્ય શરદોત્સવના આયોજન માટે શ્રી સ્વામિનારાયણ મંદિર -સુરતના મહંત શ્રી નિત્યપ્રકાશદાસજી સ્વામીએ ભારે જહેમત ઉઠાવી હતી. શ્રી હરિકૃષ્ણ વલ્લભદાસજી સ્વામી, શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, શ્રી સહજાનંદ સ્વરૂપદાસજી સ્વામી, શ્રી પ્રેમપ્રિયદાસજી સ્વામી વગેરે સંતોએ ડેકોરેશન, લાઇવ પ્રસારણ વગેરેમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.