ગુજરાત
શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ સુરત દ્વારા શસ્ત્ર પૂજન સમારોહ

શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ સુરત દ્વારા શસ્ત્ર પૂજન સમારોહ
શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ સુરત દ્વારા શસ્ત્ર પૂજન સમારોહ 2025 નું આયોજન દેવહરી પાર્ટી પ્લોટ, ડભોલી, સુરત ખાતે સમાજના પ્રમુખશ્રી દિલીપસિંહજી પરમારની આગેવાનીમાં વિજયાદશમીના પવિત્ર દિવસે કરવામાં આવેલ જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓએ હાજર રહી સંકલ્પ કરેલો કે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દરેક સમાજ સાથે ભાઈચારાથી જોડાયેલો છે અને હર હંમેશ જોડાયેલો રહેશે અને રાષ્ટ્રના રક્ષણ અને વિકાસ માટે હંમેશા તત્પર રહેશે…તેવું શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ સુરતના ઉપપ્રમુખ શ્રી વિક્રમસિંહ સોલંકીની યાદીમાં જણાવવામાં આવેલ છે.