સુરત જિલ્લામાં તા.૧૪ જાન્યુઆરી થી તા.૨૨ જાન્યુઆરી જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો, મંદિરોમાં “વિશેષ સ્વચ્છતા અભિયાન” યોજાયું
સુરતઃબુધવારઃ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશમાં સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરી છે. તાજેતરમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ વતી આ કાર્યક્રમને વેગવંતો બનાવવામાં આવ્યો હતો. જે ધ્યાને લઈને વડાપ્રધાનશ્રીના અનુરોધને ધ્યાને લઈને તા. ૧૪ થી તારીખ ૨૨ જાન્યુ. સુધી દેશભરના તમામ નાના-મોટા ધાર્મિક સ્થળો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સફાઈ હાથ ધરી ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા માટે સવ્ચ્છતા અભિયાન યોજાયું હતું. “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ના સૂત્રને સાર્થક સુરત જિલ્લામાં પણ ૨૫૮ નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુદઢ બનાવવા જન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સુરતને નોડલ અધિકારી દ્વારા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં આવેલ ધાર્મિક સ્થળની સફાઈની કામગીરીનું અસરકારક મોનિટરિંગ કરીને સ્વચ્છતા અભિયાન વેગવંતુ બનાવ્યું હતું.
તા.૧૪ જાન્યુઆરી થી ૨૨ જાન્યુઆરી સુધીના સફાઈ અભિયાનમાં મંત્રીઓ, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો, સભ્યો, ધાર્મિક સંગઠનો વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી અભિયાન સફળ નિવડ્યું હતું. સમગ્ર ધાર્મિક સ્થળોના વિસ્તારમાં તથા આજુબાજુના વિસ્તારમાં ઉત્પન્ન થતા કચરાને તે જ દિવસે નિશ્ચિત ડમ્પિંગ સાઇડ ઉપર યોગ્ય નિકાલ કરવા ડમ્પિંગ સાઇડ ઉપર કચરાનું વર્ગીકરણ કરી કચરો ના આખરી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી.