શિક્ષા

સુરત જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ ૨૪ શાળાઓના એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેમિનારમાં માર્ગદર્શન મેળવ્યુંઃ

સુરતઃબુધવાર: સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા નાનપુરા સ્થિત આર.ડી.ઘાયલ જીવન ભારતી વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત કારકિર્દી માર્ગદર્શન (કરિયર ગાઈડન્સ) સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં સુરત જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ ૨૪ શાળાના એક હજારથી વધુ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ સહિત બી.આર.પી, ડી.આર.પી.ના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર જીતેન્દ્રભાઈ જોશીએ સમયના સદુપયોગ વિશે માર્ગદર્શન આપતા વિધાર્થીઓને કહ્યું હતું કે, દેશના મિશાઈમેન ડો.એ.પી.જે અબ્દુલ કલામ કહેતા હતા કે, સપના એ નથી કે, જે તમે સુતી વખતે જુઓ છો, પરંતુ સપના એ છે જે તમને ઉધવા ન દે. જેથી વિદ્યાર્થીઓએ કરિયરનું લક્ષ્ય નક્કી કરીને તેને સિધ્ધ કરવા સતત મહેનત કરતા રહેવું પડશે. ભણતર, ગણતર, ઘડતર અને ચણતર આ બધાતો જીવનના અભિન્ન અંગો છે પણ સાથે સાથે જીવનનું ચોક્કસ નિર્ધારિત ધ્યેય નક્કી હોવું જરૂરી છે

વધુમાં જિલ્લા કોર્ડિનેટરે કહ્યું હતું કે, શિક્ષણના માધ્યમથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના સર્વાગીણ વિકાસની સાથે જ રાષ્ટ્રના સામાજિક, અધ્યાત્મિક વારસાનું જતન કરી શકીશું. આપણા જીવનની યાત્રામાં જો આપણે એક એક ક્ષણનો સદુપયોગ કરીને પોતાનાં કાર્યોને નિર્ધારિત સમયે પૂરાં કરીએ તો એનાથી સંતોષ તથા આનંદપૂર્વક આપણું જીવન વ્યતિત થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button