શિક્ષા

વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ સાથે મળીને મતદાન જાગૃત્તિના સામૂહિક શપથ લીધા

સુરત:શનિવાર: લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મહત્તમ મતદાન થાય તે હેતુસર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા SVEEP અંતર્ગત જુદા જુદા વિસ્તારોમાં ખાસ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યાં છે.

પૂણા ગામ સ્થિત શ્રીમતી એલ.પી.ડી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ સાથે મળીને ‘હું અવશ્ય મતદાન કરીશ અને લોકશાહીને મજબુત બનાવીશ’ તેવા સામૂહિક શપથ લીધા હતા. વિદ્યાર્થીઓ પુખ્ત વય થયા બાદ મતદારયાદીમાં નામ નોંધાવવા અને તમામ ચૂંટણીઓમાં મતદાન કરી લોકશાહીની ફરજ બજાવવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.

લોકોને મતદાનની પવિત્ર ફરજ અચૂકપણે અદા કરવા અને લોકશાહીના પર્વમાં ભાગીદારી નોંધાવવા શાળામાં ઉપસ્થિત સમગ્ર ટીમ, શાળા પરિવારે સૌ નાગરિકોને અપીલ કરી હતી. ખાસ કરીને મતદાર યાદીમાં નામ નોંધાવનાર યુવા મતદારોને અવશ્ય મતદાન કરવા અનુરોધ કરાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button