ગુજરાત

ચોમાસાની ઋતુને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર ‘એલર્ટ’

  • ચોમાસાની ઋતુને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર ‘એલર્ટ’
  • આપત્તિ સમયે મદદ માટે હેલ્પલાઇન નંબર ૧૦૭૭ કાર્યરત: જિલ્લા કલેક્ટર તેજસ પરમાર
  • ઉકાઈ ડેમની સપાટી પર સિંચાઈ વિભાગની સતત નજર
  • ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા સુરત જિલ્લાના તમામ તાલુકા કંટ્રોલ રૂમ કાર્યરત: નાગરિકોને અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેક્ટરની અપીલ
    ચોમાસાની વર્તમાન સિઝનમાં સુરત જિલ્લામાં નોંધાયેલા સાર્વત્રિક વરસાદ અને જળાશયોની સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર તેજસ પરમારે સુરત જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.
    જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, હવામાનની આગાહી મુજબ સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર વરસાદની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જિલ્લા સુરત જિલ્લામાં છેલ્લા ૬-૭ દિવસથી વરસાદની સ્થિતિની વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ૨ દિવસમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. વર્તમાન સિઝનની વાત કરતા કહ્યું કે, સવારની સ્થિતિએ જિલ્લામાં સરેરાશ ૩૮૨.૨૫ મિમી જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે ૬:૦૦ વાગ્યાથી અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ ૪.૫ મિમી વરસાદ નોંધાયો છે, જેમાં કામરેજ, ચોર્યાસી, પલસાણા, મહુવા અને ઓલપાડ તાલુકામાં વધુ વરસાદ નોંધાયો છે.
    વરસાદની ગતિ ધીમી પડી હોવા છતાં સુરત જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે ‘રેડ એલર્ટ’ પર છે. ઇન્ડિયન મેટોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) તરફથી દર ૩-૩ કલાકની હવામાન ખાતાની મળતી વિગતો મુજબ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ રાખવામાં આવી રહી છે. સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં મામલતદાર કચેરી ખાતેના કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત છે. કલેક્ટરે ઉમેર્યું કે, જ્યારે પણ કોઈ પ્રકારની માહિતી કે આપત્તિની વિગત મળે છે ત્યારે ફાયર બ્રિગેડ સહિતની સંબંધિત ટીમો એલર્ટ મોડ પર છે.
    જળાશયની સ્થિતિ અંગે માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું કે, ઉકાઈ ડેમની રૂલ લેવલ ૩૨૧ ફૂટ છે, જેની સરખામણીએ હાલ ડેમની પાણીની સપાટી અંદાજે ૩૧૦ ફૂટની નજીક છે. ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક ધીમે-ધીમે વધી રહી છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે સતત વહીવટી તંત્રના સંપર્કમાં છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી છે કે, વરસાદને કારણે જો કોઈ પણ પ્રકારની સમસ્યા કે આપત્તિ સર્જાય, તો તાત્કાલિક જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર ૧૦૭૭ પર સંપર્ક સાધવા જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button