ગુજરાત
બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે મહુવા તાલુકામાંથી ૨ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા

બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે મહુવા તાલુકામાંથી ૨ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા
બાળમજૂરી નાબૂદી માટે જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે સુરત જિલ્લાના મહુવા તાલુકાની તરસાડી જી.આઇ.ડી.સી.ના એક ઔદ્યોગિક એકમમાં રેડ પાડી ૨ તરૂણશ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. આ તરૂણો બારડોલી તાલુકાના રહેવાસી છે. જેમને રેસ્ક્યુ કરી ચાઇલ્ડ વેલ્ફેર કમિટી-સુરતને સોંપવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં શ્રમ અધિકારી, ફેકટરી ઇન્સપેક્ટર, એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના અધિકારી, બાળ સુરક્ષા યુનિટ, જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી-સુરતે કાર્યવાહી કરી હતી. સરકારી શ્રમ અધિકારી-સુરત દ્વારા સંસ્થાને નિયમન નોટીસ આપી સમયમર્યાદામાં જરૂરી ખુલાસા ન થાય તો ધોરણસરની કાર્યવાહી કરાશે એમ નાયબ શ્રમ આયુક્ત કચેરી-સુરતની યાદીમાં જણાવાયું છે.