ક્રાઇમ
સુરત લાજપોર જેલમાંથી વચગાળાના જામીન લઈને NDPS કેસના ફરાર આરોપી ને સુરત એસઓજી એ ઝડપી પાડયો..
સુરતમાં વિવિધ ગુનાઓ માં જેલ માં સજા ભોગવી રહેલા આરોપીઓ પેરોલ ફ્લો પર જમીન મેળવ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થતાં આરોપીઓ ને ઝડપી પાડવા સુરત પોલીસ કમિશ્નર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી..
શહેર ના કીમ પોલીસ સ્ટેશન માં પ્રતિબંધક ગાંજા સાથે ગગન ઉર્ફે ગણેશ ગણપતિને પોલીસે ઝડપી પાડવામાં આવ્યો હતો. NDPS ગુના હેઠળ લાજપોર જેલ માં સજા કાપી રહ્યો હતો.
લાજપોર જેલ માથી વચગાળાના ના જામીન મેળવી જેલમાંથી બહાર આવ્યો હતો ત્યાર બાદ જેલમાં પર નહીં ફરતા પોલીસે આરોપી ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા એસઓજી પોલીસ ને ચોક્ક્સ બાતમી મળતા આરોપી ને વેસુ ખાતે થી ઝડપી પાડી કીમ પોલીસ ને સોંપવાની તજવીજ હાથ ધરી છે.