ગુજરાત

સુરત એસ.ઓ.જી.નું ‘ઓપરેશન શુદ્ધિ’: સચિન જીઆઈડીસીમાંથી ૨,૦૨૯ કિલો નકલી ઘી ઝડપાયું

સુરત એસ.ઓ.જી.નું ‘ઓપરેશન શુદ્ધિ’: સચિન જીઆઈડીસીમાંથી ૨,૦૨૯ કિલો નકલી ઘી ઝડપાયું

હાઈવેની હોટલો અને સ્લમ વિસ્તારમાં થતું વેચાણ
સુરત:શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી એક નકલી ઘી બનાવવાની ફેક્ટરીનો સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. એસ.ઓ.જી.ની ટીમે ૨,૦૨૯ કિલોગ્રામ નકલી ઘી અને અન્ય સાધનસામગ્રી મળી કુલ રૂ. ૩૬.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી છે.
લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે તે પહેલાં જ દરોડો
પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલૌતની સૂચના મુજબ, શહેરમાં નકલી ખાદ્ય પદાર્થોના વેચાણ વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પી.આઈ. એ.એસ. સોનારા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા બાતમી મેળવી હતી. આ બાતમીના આધારે પી.એસ.આઈ. એમ.ડી. હડિયાની ટીમે સચિન જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરી પર ઓચિંતો દરોડો પાડ્યો હતો.
કરોડોનું કૌભાંડ અને ધરપકડ
પોલીસે સ્થળ પરથી બે મુખ્ય આરોપીઓ ભરતભાઈ ગોગનભાઈ પોલરા (ઉ.વ. ૪૮, રહે. કામરેજ, મૂળ અમરેલી),અમીન બાબુભાઈ વાઢવણિયા** (ઉ.વ. ૪૫, રહે. ઘોડદોડ રોડ, સુરત)ને ઝડપી પાડ્યા છે.

રેઈડ દરમિયાન પોલીસને ફેક્ટરી અને તલંગપોર સ્થિત ગોડાઉનમાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળ્યો હતો:
ભેળસેળયુક્ત ઘી:૨૦૨૯ કિલોગ્રામ (કિંમત રૂ. ૧૪,૧૯,૯૬૦/-) મશીનરી અને કાચો માલ: ઘી બનાવવાના મશીનો, રો-મટીરીયલ અને મોબાઈલ સહિત રૂ. ૨૧,૬૧,૫૭૦/- નો સામાન કુલ કિંમત:રૂ. ૩૬,૩૬,૫૩૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેઓ આ ભેળસેળયુક્ત ઘી આર્થિક ફાયદા માટે સ્લમ વિસ્તારની કરિયાણાની દુકાનો, હાઈવે પરની હોટલો અને ધાબાઓ પર બજાર ભાવ કરતાં સસ્તા ભાવે વેચતા હતા. હાલમાં આ અંગે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button