સુરતની હની ચૌધરી અંડર 14 ટ્રાયથ્લોન ગ્રુપ-બી કેટેગરીમાં વિજેતા બની, બ્રોન્ઝ મેડલ મેળવ્યો
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટ (NIDJM)માં સુરતની હની ચૌધરીએ અંડર 14 ટ્રાયથ્લોન ગ્રુપ-B કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ત્રીજું સ્થાન મેળવ્યું છે. હનીએ 2,359 ટોટલ પોઈન્ટ પ્રાપ્ત કર્યા હતા. હની ઓલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કરવા માગે છે. જે દિશા તરફ તેની આ નેશનલમાં પ્રથમ મોટી સફળતા છે.
– હનીએ બેક થ્રોમાં હાઈએસ્ટ 902 પોઈન્ટ મેળવ્યા
: 60 મીટર રન – 618 પોઈન્ટ
: લોંગ જંપ – 839 પોઈન્ટ
: બેક થ્રો – 902 પોઈન્ટ
હનીએ આ અંગે વાત કરતા કહ્યું કે, હું દરરોજ 4 કલાક પ્રેક્ટિસ કરતી હતી. ઓવરઓલ ફિટનેસ માટે વર્કઆઉટ કરતી હતી. ઈન્ટરનેશનલ લેવલે પહોંચવું એ જ મારો ગોલ છે. જેના માટે મારા માતા પિતા પણ મને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. મને વિશ્વાસ હતો કે આ વખતે હું ચોક્કસથી સફળ બનીશ.
હની અત્યારે સુરત ડિસ્ટ્રીક્ટ એથ્લેટીક એસોસિએશન સાથે જોડાઈને ટ્રેનિંગ પ્રાપ્ત કરી રહી છે જેના કોચ સોએબ મુરાદ છે. પરીવારમાં પિતા રાજેશ કુમાર ચૌધરી પોલીસ ડીપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અને તેઓ પણ ટ્રાયથ્લોન ઈન્ડિયા મેડલિસ્ટ રહી ચૂક્યા છે. તેની મોટી બહેન ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી પ્લેયર રહી ચૂકી છે. આ ઉપરાંત હનીના નાના પણ એથ્લિટ પ્લેયર રહી ચૂક્યા છે.