‘જય શ્રી રામ’ના જયઘોષ સાથે રામમય બની સુરતની નવી સિવિલ હોસ્પિટલ: રંગોળી, મહાઆરતી અને ભવ્ય રેલી દ્વારા રામોત્સવની ઉજવણી

સુરત:સોમવાર: ભગવાન રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પર્વે રામમય બનેલા સમગ્ર સુરત શહેરની સાથોસાથ શ્રી રામના જયઘોષ સાથે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં સેનેટરી ઇન્સ્પેકટર પૂજાબેન દ્વારા વિશેષ રંગોળી તેમજ રામ ભગવાનના ફોટા સહિતના ધ્વજ સાથે સમગ્ર સિવિલ હોસ્પિટલને શણગારવામાં આવી હતી. સાથે જ નર્સિંગ એસોસિયેશના ઇકબાલ કડીવાલાના માર્ગદર્શન હેઠળ સમગ્ર નર્સિંગ સ્ટાફે ભેગા મળી ભક્તિગીતોના સુરે રેલી અને મહાઆરતી કરી હતી. અને સમગ્ર સિવિલ પ્રાંગણમાં મિઠાઈનું વિતરણ કર્યું હતું. તેમજ પ્રભુ શ્રી રામની અયોધ્યા વાપસીની ઐતિહાસિક ક્ષણને વધાવવા સિવિલના દરેક વોર્ડમાં દિવડા પ્રગટાવી આરતી કરી હતી.
આ પ્રસંગે આર.એમ.ઓ. ડૉ.કેતન નાયક, ઈ.તબીબી અધ્યક્ષ ડૉ. ધારિત્રી પરમાર, ટી.બી વિભાગના વદ અને સેનેટ સદસ્ય પારૂલ વડગામા, નર્સિંગ સુપ્રિ. સેવંતીની ગાઉડે અને વાસંતી નાયર, નર્સિંગ એસો.ના પૂર્વ સેક્રેટરી કિરણભાઈ દોમડિયા, ડૉ.લક્ષ્મણ તહેલાની, નિલેશ લાઠીયા, અભિભોર ચુગ, જગદીશ બુહા, વિરેન પટેલ સહિત મોટી સંખ્યામાં હોસ્પિટલના કર્મચારીઓ હાજર રહ્યા હતા.