ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી કરે છે આગેવાની, ઓસ્ટ્રેલિયા ફરીથી શરૂ કરે છે ડાયરેક્ટ ફેમિલી PR માત્ર 9 મહિનામાં

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી કરે છે આગેવાની, ઓસ્ટ્રેલિયા ફરીથી શરૂ કરે છે ડાયરેક્ટ ફેમિલી PR માત્ર 9 મહિનામાં
(કોઈ ઉંમર મર્યાદા નહિ અને કોઈ IELTS ની જરૂર નહિ)
અમદાવાદ, 17 જુલાઈ, 2025 –
ભારતીય ઉદ્યોગસાહસિકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે કે ઓસ્ટ્રેલિયન બિઝનેસ વિઝા પ્રોગ્રામ ત્રણ વર્ષ પછી ફરીથી શરૂ કરવામાં આવ્યો છે, જે આંતરરાષ્ટ્રીય બિઝનેસ માઈગ્રેશન માટે એક નવા યુગની શરૂઆત દર્શાવે છે. આ અવસરે ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી—ભારતની નંબર 1 બિઝનેસ માઈગ્રેશન કન્સલ્ટન્સી—એ પોતાના અમદાવાદ ઓફિસ ખાતે ઉચ્ચપ્રોફાઇલ મીડિયા ઇવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં અગ્રણી બિઝનેસ લીડરો અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
CEO શ્રી એમ.પી. સિંહની નેતૃત્વ હેઠળ ફિનિક્સ એ ભારતીય ઉદ્યોગસાહસિકો માટે વિશ્વવ્યાપી વિસ્તરણ માટે સૌથી વિશ્વસનીય પાર્ટનર તરીકે ઉભરી આવ્યું છે. ઓસ્ટ્રેલિયા, યુએસએ અને યુએઈમાં સફળતાપૂર્વક 1,000થી વધુ ક્લાઈન્ટ્સના બિઝનેસ સ્થાપિત કરવા માં તેમણે મદદ કરી છે.
ઇવેન્ટની મુખ્ય જાહેરાતો:
ઓસ્ટ્રેલિયન બિઝનેસ વિઝા પ્રોગ્રામની પુનઃશરૂઆતને ભારતીય બિઝનેસ ઓનર્સ દ્વારા ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે.
ફિનિક્સે અત્યાર સુધી 300+ સફળ ઓસ્ટ્રેલિયન વિઝા અરજીઓ પ્રોસેસ કરી છે, જે ક્ષેત્રમાં તેની ઊંડી નિપુણતાનો પુરાવો આપે છે.
કંપનીએ ન્યૂઝીલેન્ડ માટેના બિઝનેસ માઈગ્રેશન સેવા વિશે પણ જાહેરાત કરી—જે ભારતીય ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક સ્તરે વિસ્તરણ માટે વધુ એક તક આપે છે.
વિઝા પછીનો રોકાણ ફક્ત $100,000 NZ (લગભગ 53 લાખ રૂપિયા)*
ફિનિક્સે માત્ર 25 દિવસમાં યુએસએ L1 વિઝાની મંજૂરી અપાવી*, જે ઝડપ અને કાર્યક્ષમતા માટે એક ઈન્ડસ્ટ્રી રેકોર્ડ છે.
CEO શ્રી એમ.પી. સિંહે ઉપસ્થિત મહેમાનોને સંબોધિત કરતાં જણાવ્યું:
“ફિનિક્સ ફક્ત એક વિઝા કંપની નથી. અમે વૈશ્વિક સપનાઓના સાકારકર્તા છીએ. ઓસ્ટ્રેલિયન બિઝનેસ વિઝાની વાપસી માત્ર નીતિ બદલાવ નથી—આ અમર્યાદિત શક્યતાઓ માટેનું દ્વાર છે. અમારા ક્લાઈન્ટ્સ મહત્ત્વાકાંક્ષી છે, દ્રષ્ટિવાન છે અને વૈશ્વિક મંચ પર પોતાનું સ્થાન બનાવવા તૈયાર છે. ઓસ્ટ્રેલિયા પાછું આવ્યું છે અને ન્યૂઝીલેન્ડ તરફ પણ અમારા પગલા વધી રહ્યા છે—અમે બિઝનેસ માઈગ્રેશનના આગામી અધ્યાય લખી રહ્યા છીએ.”
ફિનિક્સનો વૈશ્વિક પ્રભાવ:
300+ સફળ ઓસ્ટ્રેલિયન કેસ
1,000થી વધુ આંતરરાષ્ટ્રીય સફળ કહાણીઓ
યુએસએ L1 વિઝા માત્ર 25 દિવસમાં મંજૂર*
ભારતના અગ્રણી બિઝનેસ લીડરોનો વિશ્વાસ અને સમર્થન
ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી વિશે:
ભારતીય બિઝનેસ ટેલેન્ટને વૈશ્વિક તક સાથે જોડવાનું દ્રષ્ટિકોણ લઈને સ્થાપિત થયેલી ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી આજે બિઝનેસ માઈગ્રેશન ક્ષેત્રે શક્તિશાળી સંસ્થા બની ગઈ છે. સ્ટ્રેટેજિક પ્લાનિંગ, કાનૂની સહકારથી લઈને રોકાણ સહાય સુધી, તેઓ દરેક પગથિયે સાથે રહે છે. ભારત, યુએસએ, ઓસ્ટ્રેલિયા અને યુએઈમાં તેમના ઓફિસ નેટવર્ક સાથે તેઓ ઉદ્યોગમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યા છે.