ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં એસપીબી કોલેજના વિદ્યાર્થીની શાનદાર સિદ્ધિ

ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં એસપીબી કોલેજના વિદ્યાર્થીની શાનદાર સિદ્ધિ
કરાટે ડો ફેડરેશન–ગુજરાત દ્વારા આયોજિત ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશિપ–૨૦૨૬નું આયોજન તા. ૩ અને ૪ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લિશ મિડિયમ કોલેજ ઓફ કોમર્સ, સુરતના એસ.વાય. બી.કોમ.ના વિદ્યાર્થી રુદ્ર અમલસાડવાલાએ ટીમ કાતા, અન્ડર–૨૧ વયજૂથમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. રુદ્ર અમલસાડવાલાની આ શાનદાર સિદ્ધિના આધારે આગામી વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપમાં તેઓ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. આ ચેમ્પિયનશિપ તા. ૨૨ થી ૨૪ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન જયપુર ખાતે યોજાનાર છે. વિદ્યાર્થીની આ સિદ્ધિ બદલ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. આશિષ પંડ્યા તથા સ્પોર્ટ્સ ફેકલ્ટી ડૉ. ધનંજય યાદવે રુદ્ર અમલસાડવાલાને અભિનંદન પાઠવી આગામી વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.



